અફઘાનિસ્તાનમાં નહીં વેંચાય પાકિસ્તાની સમાચાર પત્રો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નહીં વેંચાય અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સમાચાર પત્રો -અફઘાન ગૃહમંત્રાલય દ્વારા લેવાયો નિર્ણય -પાક.ના સમચાર પત્રો પર અવાસ્તવિક સમાચારો રજૂ કરવાનો આરોપ અફઘાનિસ્તાની સરકારે પાકિસ્તાનથી ત્યાં વેંચાનારા સમાચાર પત્રો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહંમંત્રાલય દ્વારા પોલીસને આદેશ અપાયો છે કે, તે દેશના પૂર્વ ભાગમાં મળતા બધા જ પાકિસ્તાની સમાચારપત્રોનો નકલો જપ્ત કરી લે. આ આદેશ પાછળ મંત્રાલયનો તર્ક છે કે, પાકિસ્તાની સમાચાર પત્ર ‘તાલિબાનના પ્રવક્તાઓના વિચોરો ફેલાવવાનું એક માધ્યમ છે’ અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાની સમાચાર પત્રો વિરુદ્દ ઉઠાવવામાં આવેલા આ પગલા પાછળ તેના અને પાકિસ્તાનના સંબંધોમાં આવેલી કળવાશ જવાબદાર ગણાવાઈ રહી છે. મંત્રાલય દ્વારા એવો તોરખામ સરહદ પર પોલીસને ખાસ નજર રાખવા પણ જણાવાયું છે. શહેરીજનો માટે ચિંતા અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલય દ્વારા જણાવાયું છે કે, પાકિસ્તાનના સમચાર પત્રોમાં આવતા સમાચારો વાસ્તવિક નથી હોતા. જેને લીધે અફઘાનિસ્તાના પૂર્વમાં રહેતા શહેરીજનો માટે ચિંતાનો માહોલ ઉભો થાય છે. પઠાણ રાષ્ટ્રનું માનવું છે કે સરહદ પર થનારી યોજના એખ સંવેદનશીલ મુદ્દો છે. અને જ્યારે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે જૂનો સંબંધ હોય ત્યારે આ બાબત ભારે ચિંતા જન્માવે છે.