લિબીયાના પદભ્રષ્ટ વડાપ્રધાનનાં વિમાનનું માલ્ટામાં રોકાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લિબિયાના ભાગેડુ અને પદભ્રષ્ટ કરાયેલા વડાપ્રધાન અલી ઝૈદાનના વિમાનને ઈંધણ માટે ટૂંક સમય માટે માલ્ટામાં રોકવામાં આવ્યું હતું, એમ માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કતે આજે જણાવ્યું હતું.

એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે યુરોપના અન્ય દેશમાં જતી વખતે વિમાન બે કલાક ઈધણ લેવા માટે રોકાયું હતું. તેમણે જો કે વિમાન ક્યા દેશ માટે રવાના થયું છે તે જણાવ્યું ન હતું.

લિબીયાની સંસંદમાં વિશ્વાસના મતમાં પરાજ્ય બાદ ઝૈદાનનું વિમાન થોડાક જ કલાક માલ્ટામાં રોકાયું હતું.

લિબિયાના ટોચના ફરિયાદી પક્ષનાં વકીલે જાહેર નાણાંની ઉચાપતમાં સંભવિત સંડોવણી બદલ ઝૈદાનના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

બળવાખોરોનાં કબ્જા હેઠળનાં ટર્મિનલ તરફથી ઉત્તર કોરિયાનાં ધ્વજ સાથેનું ક્રુડ ઓઇલ ભરેલું ટેન્કર નેવીની નાકાબંધી તોડીને દરિયામાં નાસી છૂટતા તરત જ ઝીદાનને પદભ્રષ્ટ કરાયા હતા.