દુનિયાનો બીજો સૌથી નાનો દેશ; વસતી માત્ર 38000, દર ત્રીજી વ્યક્તિ કરોડપતિ

ફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીર
ફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીર
અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક સીઈઓ જેફ બેજો
અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક સીઈઓ જેફ બેજો
ફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીર
ફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીર
દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, વસતી માત્ર 38000
દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, વસતી માત્ર 38000
Agency

Agency

Jul 30, 2016, 12:04 AM IST
લંડન: જો તમે કરોડપતિની સાથે બેસીને ચા-કોફી પીવા માગતા હો તો તમારે મોનાકો જવું જોઇએ. અહીં દર ત્રીજી વ્યક્તિ કરોડપતિ છે. મોનાકો માત્ર બે ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે. તેની વસતી 38,000 છે. તેનાથી નાનો દેશ વેટિકન સિટી છે. સ્પિયર્સ વેલ્થ નામની એક સંસ્થાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મોનાકોમાં 31.1 ટકા લોકો મિલિયોનર છે. ગયા વર્ષે અહીંની લગભગ 25 ટકા વસતી મિલિયોનર હતી. અહીં મિલિયોનરનો અર્થ એક મિલિયન ડોલર અથવા 6.7 કરોડ રૂપિયાની નેટવર્થથી છે.
ફ્રાન્સની નજીક આવેલા યુરોપના દેશ મોનાકોમાં 31.1 ટકા લોકો કરોડપતિ છે, ટોપ-10 માં એશિયાનાં માત્ર બે શહેર

- સ્પિયર્સની યાદીમાં સ્વિત્ઝરલેન્ડની બેન્કિંગ સિટી કહેવાતા જ્યુરિચ અને જિનિવા બીજા અને ત્રીજા સ્થાને છે.
- જ્યુરિચનો દર ચોથો અને જિનિવાનો દર છઠ્ઠો વ્યક્તિ કરોડપતિ છે. યાદીમાં મોટા ભાગનાં શહેર યુરોપના છે.
- ટોપ 5 શહેરમાં માત્ર ન્યુયોર્ક યુરોપની બહારનું છે. તે ચોથા સ્થાને છે. તે બાદ લંડન છે.
- ટોપ 10માં સાત શહેર યુરોપના છે. બહારના બે અન્ય શહેર હોંગકોંગ અને સિંગાપુર છે.

મોનેકોમાંં કરોડપતિ વધુ હોવા પાછળનું કારણ શું છે?
- 1869થી જ ઈન્કમ ટેક્સ નાબૂદ કરી દેવાયો હતો. ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે આવેલ મોનાકોમાં 1869માં ઇન્કમટેક્સ નાબૂદ કરી દેવાયો હતો. જે પણ ટેક્સ લાગે છે તે ઘણો ઓછો છે.
- તે લક્ઝરી યાટોથી ભરેલા હાર્બર, કેસિનો કોમ્પ્લેક્સ, વર્ષમાં એકવાર યોજાતી પ્રતિષ્ઠિત ગ્રાં-પ્રી મોટર રેસ, ઓરનેત ઓપેરા હાઈસ લક્ઝરી હોટલ, બુટિક, નાઇટ ક્લબો, રેસ્ટોરાં માટે પ્રખ્યાત છે.
- અહીં જમીનની કિંમત છ લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ જેટલી છે.
સૌથી વધુ કરોડપતિ ધરાવતા ટોપ 10 દેશો
ક્રમ શહેર કરોડપતિઓની વસતી
1 મોનાકો 31.1%
2 જ્યુરિચ 24.3%
3 જિનિવા 17.7%
4 ન્યુયોર્ક 4.7%
5 લંડન 3.4%
6 ઓસ્લો 2.9%
7 હોંગકોંગ 2.7%
8 ફ્રેન્કફર્ટ 2.7%
9 સિંગાપુર 2.7%
10 એમ્સટર્ડમ 2.7%
આગળની સ્લાઈડમાં વાંચો, જેફ બેજો ત્રીજા સૌથી અમીર, નેટવર્થ 4.37 લાખ કરોડ રૂપિયા...
X
ફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીરફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીર
અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક સીઈઓ જેફ બેજોઅમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક સીઈઓ જેફ બેજો
ફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીરફ્રાન્સની નજીક આવેલો યુરોપનો દેશ મોનાકોની ફાઈલ તસવીર
દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, વસતી માત્ર 38000દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, વસતી માત્ર 38000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી