અશ્વેત યુવકની હત્યા મુદ્દે તોફાનોનો અંત લાવી શાંતિ જાળવવા ઓબામાની અપીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફગરુસનમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરતો એક સાર્જન્ટ)
એડગસ્ટાઉનઃ અમેરિકાના મિસોરીના ફગરુસનમાં એક નિશસ્ત્ર અશ્વેત યુવકની હત્યા પછી ફાટી નીકળેલા તોફાનો બંધ કરવા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અપીલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ છેલ્લાં ચાર દિવસથી હત્યાના વિરોથમાં થતાં પ્રદર્શનોને અંત લાવવા પ્રદર્શનકારીઓને અપીલ કરી છે. તેમણે આ સાથે આ ઘટનાની તપાસમાં પારદર્શકતા જાળવવાનો પણ અનુરોધ કર્યો છે.
ઓબામાએ મરાકાના વિનયાર્ડમાં રિપોર્ટરોને જણાવ્યું હતું કે હવે ફગરુસનની શેરીઓમાં શાંતિ અને સ્થિરતા લાવવાનો સમય આવી ગયો છે. ન્યાય મળી રહ્યો હોવાનો અહેસાસ થાય તે માટે તપાસમાં પણ પારદર્શકતા લાવવાનો સમય પાકી ગયો છે. તેમણે આ ઘટનાની સ્વતંત્ર તપાસ ન્યાય વિભાગ તથા ફેડરેશન બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) પાસે કરાવવાની પણ માગ કરી છે.
યુવકના મોત અંગે દુખ વ્યક્ત કરતાં ઓબામાએ જણાવ્યું હતું કે આપણે દુખદ સ્થિતિમાં એક યુવકને ગુમાવ્યો છે. જેની વય ફક્ત 18 વર્ષની જ છે. ઓબામાએ યુવકના માતા-પિતા પ્રત્યે પણ સહાનુભુતિ વ્યક્ત કરી હતી. અગાઉ પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ભારે સંખ્યામાં ટીયરગેસના શેલ છોડ્યા હતાં.