• Gujarati News
  • North Korean School Textbook Claims Leader Kim Jong Un Learned To Drive Aged 3 Year

માત્ર ત્રણ વર્ષની ઉંમરે ચલાવતા હતા ઉત્તર કોરિયાનાં તાનાશાહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્યોંગયાંગ : ઉત્તર કોરિયામાં સ્કૂલનાં પૂસ્તકોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાનાશાહ કિમ જોંગ માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ કાર ચલાવતાં શીખી ગયા હતા. એક અન્ય અધ્યાયમાં જાણકારી આપવામાં આવી છે કે, તેઓ નવ વર્ષની ઉંમરે યૉટ(નાનકડી નાવ) દ્વારા રેસ જીતીને સનસનાટી ફેલાવી દીધી હતી. દેશનાં સર્વોચ્ચ વડા કિમ જોંગ તેમની બહાદુરીના કિસ્સા એક સબજેક્ટનાં રૂપમાં સ્કૂલનાં પુસ્તકોમાં ઉમેરાયા છે. જેથી બાળકોને તેમનાં નેતા વિશે જાણવાનો મોકો મળે. આ વિષયને પ્રાથમિક અને માધ્યિમક શાળાઓમાં ભણાવવામાં આવે છે.
Paragraph Filter
- તાનાશાહ કલાપ્રેમી છે એવું પણ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે
- એક વખત તેઓ ગોલ્ફનાં પ્રથમ રાઉન્ડમાં જ 11 હોલ્સ શોટ લગાવી દીધાં હતા
- આ વિષયને પ્રાથમિક અને માધ્યિમક શાળાઓમાં ભણાવવામાં આવે છે
દક્ષિણ કોરિયાના મિડયાનાં જણાવ્યા મુજબ ઉત્તર કોરિયાનાં તાનાશાહની યુવાની અને બાળપણના કિસ્સા નવી પેઢીને સાંભળાવવા આ પગલું ભરવામાં આવ્યું છે. શિક્ષકોને પણ કિમનાં જીવન મહિમાશાળી કરવાનો જાણે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તાનાશાહ કલાપ્રેમી છે એવું પણ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. તેઓ મ્યુઝિક કંપોઝ પણ કરે છે. વર્ષ 2011માં પિતા કિમ જોંગ ઈલનાં મૃત્યુ બાદ કિમ આ પદ ઉપર સત્તારૂઢ થયા હતા.
પુસ્તકમાં શું લખ્યું છે ?
પુસ્તકમાં દર્શાવ્યું છે કે, " જ્યારે કિમ જોંગ નવ વર્ષનાં હતા ત્યારે એમણે ઉત્તર કોરિયાની મુલાકાતે આવેલા એક વિદેશી યોટ કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ સાથે રેસ લગાવી હતી. આ રેસ તાનાશાહે જીતી લીધી હતી. કંઇક આવા જ પ્રકારનાં દાવા તેમનાં પિતા કિમ જોંગ ઈલ અને કિમ જોંગ સંગ વિશે પણ કરવામાં આવી રહ્યા છે. ઈલ વિશે જણાવાયું છે કે, એક વખત તેઓ ગોલ્ફનાં પ્રથમ રાઉન્ડમાં જ 11 હોલ્સ શોટ લગાવી દીધાં હતા. (જો કે, આ ખૂબ મુશ્કેલ કાર્ય હોય છે.)
ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઈલ એક પેચીદા અને ક્રૂર તાનાશાહ હતા. જે સૈન્યશક્તિની પ્રાથમિકતા અને પોતાની સુવિધાના હિસાબે પોતાના લોકોની જરૂરિયાત પુરી કરતા હતા. તેમને વ્યવહાર ખૂબ વિચિત્ર પ્રકારનો હતો. તેમનાં જીવન સાથે જોડાયેલાં કોટલાંક અજીબોગરીબ કિસ્સાઓ છે. હેમ્બર્ગની શોધ તેમણે કરી હોવાનો કિમે દાવો કર્યો હતો. એટલું જ નહીં પણ તેઓ ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે, મોસમ પણ તેમનાં મૂડ પ્રમાણે કામ કરતી હતી. કિમનાં આ જ પ્રકારનાં તમામ રસપ્રદ અને અનોખા અજીબો ગરિબ કિસ્સા જાણવા મળે છે.
'આગળની સ્લાઈડ્સ'માં વાંચો કિમ જોંગ ઈલ સાથે જોડાયેલી કેટલીક અજીબોગરિબ વાતો.