• Gujarati News
  • North Korea: Not A Single Vote Cast Against Kim Jong Un

ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મળ્યા 100 ટકા વોટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરકોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને સંસદીય ચૂંટણીમાં 100 ટકા વોટ મળ્યા છે. સરકાર સમર્થિત મીડિયાએ સોમવારે આ વાતની જાહેરાત કરી હતી.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, રવિવારે થયેલા ઇલેક્શનમાં કિમને સંસદીય ક્ષેત્રમાં રજિસ્ટર વોટરોના 100 ટકા વોટ મળ્યા છે. તે હવે સાંસદ પણ બની ગયા છે. કિમ જોંગ ઉન ઉ.કોરિયાના સુપ્રીમ લીડર, સશસ્ત્ર સેનાના કમાન્ડર અને નેશનલ ડિફેન્સ કમિશનના ચેરમેન છે.
એજન્સીના દાવા અનુસાર, કિમના સંસદીય ક્ષેત્રના તમામ વોટર્સે ભાગ લીધો હતો. વોટિંગના રિઝલ્ટ દર્શાવી લોકો તેના પર કેટલો ભરોસો કરી રહ્યા છે તેનો પણ દાવો કરવામાં આવ્યો હતો. કિમે નંબર 111 માઉન્ટ પેક્ટૂથી ચૂંટણીમાં ભાગ લીધો હતો.

મીડિયા રિપોર્ટ કિમની લોકપ્રિયતાને પાણીચૂ આપતા કહે છે કે, રવિવારે થયેલા ઇલેક્શન માત્ર દેખાડા માટે હતા. કેમ કે, 700 જેટલી જગ્યાએથી માત્ર એક જ ઉમેદવારને ઊભો રાખવામાં આવ્યો હતો. આથી ઇલેક્શનનું પરિણામ ધાર્યું જ આવવાનું નક્કી હતું.