તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

66 વર્ષ બાદ કોરિયન દ્વીપકલ્પમાં ફરી ભારે તંગદિલી; દ.કોરિયાએ ઉ.કોરિયાને ધમકી આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિઓલ/ટોકિયો: ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણ કરાતાં કોરિયન દ્વીપકલ્પમાં એવી જ તંગદિલી વ્યાપી ગઇ છે કે જેવી 66 વર્ષ અગાઉ હતી. છેલ્લા એક સપ્તાહમાં ઝડપભેર બનેલી ઘટનાઓમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ધમકી આપી છે તો બીજી તરફ ઉત્તર કોરિયાએ અમેરિકાને કહ્યું છે કે તે હવે ઉત્તર કોરિયાને પરમાણુ તાકાત માની લે. સફળ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાની ધમકી હાસ્યાસ્પદ છે.
દક્ષિણ કોરિયાએ ધમકી આપી છે કે ઉત્તર કોરિયા સખણું નહીં રહે તો તેની રાજધાની પ્યોંગયાંગને તબાહ કરી નાખીશું. એકલા પડી ગયેલા ઉત્તર કોરિયાએ શુક્રવારે પાંચમું અને સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તેણે પરમાણુ મિસાઇલ વડે હુમલાની ટેકનિક મેળવી લીધી હોવાનો દાવો કરતા કહ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા હવે તેને નબળું માનવાની ભૂલ ન કરે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે અમેરિકા યુદ્ધની સ્થિતિને નકારવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આ હથેળીથી સૂરજને ઢાંકવાનો પ્રયાસ કરવા જેવી ભૂલ છે. બીજી તરફ ઉત્તર કોરિયામાં અમેરિકાના વિશેષ દૂત સુંગ કિમે ટોક્યોમાં જાપાની અધિકારીઓ સાથે મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે ઉત્તર કોરિયાએ યુએનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને પાંચમું પરમાણુ પરીક્ષણ કર્યું છે, જેથી અમેરિકા તેની વિરુદ્ધ એકતરફી કાર્યવાહી કરી શકે છે.
ઉ.કોરિયા પર આકરા પ્રતિબંધો લાદવા તૈયારી

ઉ.કોરિયા વિરુદ્ધ અમેરિકા, જાપાન અને દ.કોરિયાના પ્રતિનિધિઓએ રવિવારે ટોકિયોમાં મુલાકાત કરી. અમેરિકી પ્રમુખ ઓબામાએ પણ દ.કોરિયાના પ્રમુખ પાર્ક ગુન હે અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે ફોન પર વાત કરી. યુએન સિક્યુરિટી કાઉન્સિલના 5 કાયમી સભ્યોએ પણ ચર્ચા કરી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યોવાળી આ પરિષદની બેઠક બોલાવવા અને ઉ.કોરિયા પર આકરા પ્રતિબંધો લાદવા તૈયારીઓને વેગ આપ્યો.
કોરિયન દ્વીપકલ્પ બે દેશોમાં કઇ રીતે વિભાજિત થયો
કોરિયા પર 1910થી બીજા વિશ્વયુદ્ધના અંત સુધી જાપાનનું શાસન હતું. ઓગસ્ટ, 1945માં સોવિયેત સંઘે જાપાન પર હુમલો કરી દીધો અને 38મી અક્ષાંશ રેખાની ઉત્તરના ભાગોને આઝાદ કરાવી લીધા. અમેરિકા સાથે સમજૂતી બાદ અમેરિકી સૈન્ય આ રેખાની દક્ષિણમાં પ્રવેશ્યું અને કોરિયન દ્વીપકલ્પ ઉત્તર અને દક્ષિણ કોરિયા એમ બે દેશોમાં વહેંચાયો.
66 વર્ષ અગાઉ શું થયું હતું

1950ની 25 જૂને ઉ.કોરિયાએ પિતૃભૂમિ કોરિયાને એક કરવા દ.કોરિયા પર હુમલો કરી દીધો. ચીન અને સોવિયેત સંઘે તેને સાથ આપ્યો જ્યારે અમેરિકી સૈન્ય દ.કોરિયાની પડખે રહ્યું. 27 જૂન, 1950ના રોજ દ.કોરિયાએ સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ પરિષદે ઉ.કોરિયાને હુમલાખોર ગણાવ્યું.

તાનાશાહ છે કે માનતા નથી

ઉ.કોરિયામાં તાનાશાહ કિમ જોંગ ઉનનું શાસન છે. તેણે પરમાણુ શસ્ત્રો-મિસાઇલો ન બનાવવાના તમામ આં.રા. પ્રતિબંધો માનવાનો ઇનકાર કરી દીધો. તેણે અમેરિકા, જાપાન અને દ.કોરિયા પર હુમલા કરવાની તાકાત પણ પ્રાપ્ત કરી લીધી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો