સાંસદ સાથે સાંસદે દુષ્કર્મ કર્યું તોપણ ફરિયાદ ના કરી શક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શીલા કોપ્સ : કેનેડાના પૂર્વ નાયબ-વડાપ્રધાન

જન્મ : 27 નવેમ્બર 1952
પિતા : વિક્ટર (મેયર),માતા ગેરાલ્ડિન ( કાઉન્સિલર)
શિક્ષણ : ફ્રેન્ચ અને અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ ( કિંગ્સ યુનિ. કોલેજ)
પરિવાર : ત્રણ લગ્ન કર્યા.હાલ પતિ ઓસ્ટીન થ્રોન,બીજા લગ્નથી થયેલી દીકરી ડેનિલી.
ચર્ચામાં કેમ : તાજેતરમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે તેમના એક સાથી સાંસદે બળજબરી કરી હતી.

કેનેડાના ઓન્ટેરિયો સ્થિત હેમિલ્ટન શહેરમાં શીલાનો જન્મ રાજકીય પરિવારમાં જ થયો હતો.પિતા વિક્ટર હેમિલ્ટન શહેરના પ્રભાવશાળી મેયરો પૈકીના એક હતા અને માતા ગેરાલ્ડિન કાઉન્સિલર રહ્યા હતા.શરૂઆતથી જ તેઓ પોતાની જીદ પર મક્કમ મહિલા રહ્યા હતા.નાનપણમાં તેઓ દારૂની દુકાન સામે ઊભા રહી જતા હતા.તેમનું માનવું હતું કે સ્કૂલ માટે ફન્ડ રેજિંગ અહીં સારી રીતે થઇ શકે છે.તેઓ આ દુકાન સામે ચોકલેટ વેચી સ્કૂલ માટે ભંડોળ એકત્ર કરતા હતા.તેમના શિક્ષકે પણ તેમને આમ નહીં કરવા જણાવ્યું હતું પણ તેઓ તે જ કરતા જે તેઓ ચાહતા હતા.

ડાબેરી વલણને કારણે તેઓ કેનેડાની લિબરલ પાર્ટી સાથે જોડાય હતા.25 વર્ષની ઉંમરે 1977માં પહેલી વાર ઓન્ટેરિયો માટે ચૂંટણી લડ્યા હતા પણ 14 વોટથી હારી ગયા હતા.રાજકારણમાં આવતા પહેલાં જે વ્યક્તિ સાથે તેઓ ડેટિંગ કરતા હતા, તેણે તેમની સાથે બળજબરી કરી હતી. તેના આઘાતથી બહાર નીકળી 1981માં તેઓ ફરી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ત્યારે મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકવા સંબંધી એક ટૂર દરમિયાન એક સાંસદે તેમની પર દુષ્કર્મ કર્યું હતું.જ્યારે શીલ પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા ત્યારે તે સાંસદને આમ નહીં કરવાની સલાહ આપવામાં આવી હતી.પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમણે પોતાની આત્મકથા લખી હતી.શીર્ષક હતું ‘નોબડીસ બેબી’ .
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....