• Gujarati News
  • Nineteen Firefighters Killed In Wild Blaze In Arizona

PHOTO : આ છે કાળમુખી આગનો ભોગ બનેલા 19 ફાયર ફાઇટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિનાશક આગને બુઝાવવાં જતાં મોતને ભેટેલા 19 ફાયર ફાઇટરોના પરિવારો આજે ગમગીનીમાં ડુબી ગયાં છે.

તેમની તસવીરો પહેલીવાર દુનિયા સમક્ષ આવી છે. તેમના હસતા રમતા પરિવારની તસવીરો જોઇ ભલભલાની આંખોમાં આંસુ આવી જાય છે. તેમના મોતના સમાચાર આવતાં જ તેમના પરિવારજનો તુટી પડ્યા હતાં.

સેંટ્રલ અરિઝોનાના યમેલ વિસ્તારમાં લાગેલી ભયાનક આગ બુઝાવવાં જતાં 19 ફાયરફાઇટર મોતને ભેટ્યાં છે. આ આગ અમેરિકાની ભયાનક આગમાંથી એક ગણાય છે. આ ઘટનાથી આખા દેશમાં ભયની લાગણી ફેલાઇ ગઇ છે. એક તરફ પારાવાર ગરમીનો સામનો અમેરિકનો કરી રહ્યા છે. ત્યારે પવને પણ માઝા મુકી છે અને તેને કારણે દાવાનળ ફાટવાની ઘટનાઓ બની રહી છે.

એરિઝોનાના યર્નેલ શહેરમાં તબાહી મચી ગઇ છે.

યર્નેલ હિલ આગને બુઝાવવાનો પ્રયાસ કરતાં 19 ફાયર ફાઇટરનાં મોત થયાં હતાં. આગના કારને આખા યમેલ શહેરને ખાલી કરાવવું પડ્યું છે. આગની માત્રા સતત વધતી જ જઇ રહી છે.

સુત્રોના જણાવ્યા મુજ્બ, શુક્રવારે આગની શરૂઆત થઇ હતી. બે હજાર એકર જમીન આગમાં સાફ થઇ ગઇ છે. 500 ઘરો બળીને ખાખ થઇ ગયા છે. શહેરના લોકોને ખસેડીને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે.

આગને બુઝાવવાં 200 ફાયર ફાઇટર કામે લાગ્યાં છે. હજુ વધુ ફોર્સને મોકલવામાં આવે એવી શક્યતા છે. હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.