તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીસ એટેકઃ ટ્રકથી લોકોને કચડી નાંખનાર આતંકી હતો GAY, સેલ્ફીનો શોખીન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્રાંસના નીસ શહેરમાં બેસ્ટાઇલ ડેની પરેડ પર ટ્રકથી હુમલો કરનાર આતંકી મહમ્મદ લાવેઇઝ બૂહલલ ડેટિંગ સાઇટ્સનો રસિયો હતો. એટલું જ નહીં તે મહિલાઓની સાથે પુરુષોનો સંગાથ માણવાનું પસંદ કરતો હતો.
કટ્ટર ઇસ્લામ
31 વર્ષીય મહમ્મદ લાવેઇઝ બૂહલલના અંગત જીવન અંગેની માહિતી તેના ફોનની તપાસ કરતાં બહાર આવી છે. ફોનની તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તે થોડા જ સમય પહેલા કટ્ટર ઇસ્લામ તરફ વળ્યો હતો. તે હોમોસેક્સુઅલ હતો અને દારુ અને ડ્રગ્સનું સેવન કરતો હતો.
ગત ગુરુવારે ફ્રેન્ચ શહેર નીસમાં નેશનલ ડેની ઉજવણી કરતાં લોકોની ભીડ પર મહમ્મદે સ્પીડમાં વિશાળ ટ્રક ચલાવીને 85 લોકોની હત્યા કરી હતી. બાદમાં પોલીસે હુમલાખોરને ગોળી માર્યા બાદ તેનો મોબાઇલ કબ્જામાં લીધો હતો. ઓફિસર્સે જણાવ્યું હતું કે, આતંકી હુમલાને ધ્યાનને કારણે અમે જે સાત શંકાસ્પદોની ધરપકડ કરી છે તેના કરતાં વધુ માહિતી ફોનમાંથી મળી રહી છે.
200 ઓફિસર્સ લાગ્યા કામે
પોલીસે અલ્બેનિયન મૂળના બે શંકાસ્પદોની ટ્રક ડ્રાઇવરને બંદૂક આપવાના આરોપ હેઠળ ઝડપ્યા હતા, જ્યારે અન્ય લોકોના નંબર બૂહલલના મોબાઇલમાં જોવા મળ્યા હતા. જો કે, તે સિવાય બૂહલલના મોબાઇલમાં ઘણા મેસેજ, વીડિયો અને ફોટોગ્રાફ્સ છે. ફોનમાં એવી વ્યક્તિઓના પણ ફોટોગ્રાફ્સ છે, જેમનો સહવાસ બૂહલલે માણ્યો હતો. 200 જેટલા પોલીસ ઓફિસર્સ ફોનમાંથી મળેલા ડેટા પર કામ કરી રહ્યા છે.
બૂહલલને અન્ય લોકોને સેલ્ફી મોકલવી તથા પોતાના સંબંધો અંગેના રેકોર્ડ્ઝ ફોન પર સ્ટોર કરવા ગમતા હતા. ફ્રેન્ચ ન્યૂઝ ચેનલ અનુસાર, બૂહલલ જિમ અને સાલ્સા બારમાં નિયમિત જતો હતો. તે સિવાય દેહાત દંડના ફોટોગ્રાફ્સની સાઇટ પણ બૂહલલ જોતો હતો.
સ્લાઇડ બદલોને વાંચોઃ બૂહલલે ટેરરિસ્ટ અટેક સ્ટાઇલમાં સુસાઇડ કર્યું?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો