NSG મેંબરશિપઃ ન્યૂઝિલેન્ડ ભારત તરફ નરમ પડ્યું, તુર્કી હજી પણ PAK સાથે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપમાં ભારતની એન્ટ્રીને લઈને ન્યૂઝિલેન્ડ ભારત તરફ નરમ પડ્યું છે. તો બીજી બાજુ તુર્કી હજી પણ પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે. ન્યૂઝિલેન્ડે કહ્યું કે એનએસજીના મેમ્બર વધારવા માટે એક ક્રાઈટેરિયા હોવો જોઈએ. અને માત્ર એક દેશનો સમાવેશ કરવા માટે ગ્રૂપને વધારવુંં ન જોઈએ. 48 દેશોના ગ્રૂપ એનએસજીની ગત મીટિંગ 9 જૂને મળી હતી. હવે પછીને મીટિંગ 24 જૂને થશે. શું કહ્યું તુર્કીએ.....
- તુર્કીએ સ્પષ્ટ શબ્દોમાં ભારતને મેમ્બરશિપ આપવાનો વિરોધ નથી કર્યો.
- તુર્કીનું કહેવુંં છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશોની એપ્લિકેશનને એક સાથે જોવી જોઈએ.
- નવાઝ શરીફના ફોરેન અફેર એડવાઈઝર સરતાજ અઝીઝે તુર્કીને તેનો પક્ષ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
- રિપોર્ટ પ્રમાણે ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને સાઉથ આફ્રીકા પણ ભારતને એનએસજીનું મેમ્બર બનાવવાની ફેવરમાં નથી કેમ કે ભારતે હજી સુધી એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યા.
અમેરિકા ભારત સાથે
- ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે અમેરિકન ફોરેન સેક્રેટરી જોન કેરીએ વાત કરી હતી.
- કેરીએ એનએસજીના તમામ મેંબર્સને પત્ર લખીને અપીલ પણ કરી હતી કે તેઓ ભારતને મેંબરશિપ આપવાનું સમર્થન કરે.
- માનવામાં આવી રહ્યું છે કે કેરીના ફોન બાદ ન્યૂઝિલેન્ડના વર્તનમાં બદલાવ આવ્યો છે.
શું છે NSG ?
- NSGની શરૂઆત મે 1974માં કરવામાં આવી હતી. એ સમયે ભારતે એટમી ટેસ્ટ કર્યો હતો. જેનાથી સાબિત થયું હતુ કે કેટલાક દેશ જેના અંગે માનવામાં આવી રહ્યું હતુંં કે તેની પાસે એટમી વેપન્સ બનાવવાની ટેક્નોલોજી નથી, પરંતુ તેઓ બનાવી શકે છે.
- NSG એવા 48 દેશોનું સંગઠન છે. જેનો ઉદ્દેશ્ય ન્યૂક્લિયર વેપન્સ અને તેના પ્રોડક્શનમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નિક, ઈક્વિપમેન્ટ, મટિરિયલના એક્સપોર્ટને રોકવા અથવા ઓછું કરવાનું છેે.
- 1994માં મંજૂર કરવામાં આવેલી NSGની ગાઈડલાઈન પ્રમાણે કોઈપણ સપ્લાયર દેશને તમામ સુરક્ષા કારણોનું ધ્યાન રાખવાનું રહેશે.
આગળની સ્લાઈડ પર વાંચો શું કહેવુંં છે ચીનનું
અન્ય સમાચારો પણ છે...