તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ન્યૂઝીલેન્ડની \'ગંગા\', દુનિયાની પ્રથમ નદી જેને મળ્યો માણસ જેવો અધિકાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ન્યુઝીલેન્ડની વ્હાંગનુઇ નદી દુનિયાની એવી પહેલી નદી છે જેને માણસો જેવો અધિકાર આપવામાં આવ્યો છે. સંસદે તેની સાથે જોડાયેલો પ્રસ્તાવ પાસ કર્યો છે. તેમાં તેના તમામ અધિકારીઓ સાથે સાથે તેની વેલ્યુની પણ નોંધ લેવાઇ છે.
 
વ્હાંગનુઇ અથવા અવા તુપુઆ, ન્યુઝીલેન્ડની ત્રીજી સૌથી મોટી નદી છે. તેનું આધ્યાત્મિક મહત્વ પણ છે. ત્યાંનો માઓરી સંપ્રદાય નદી સિવાય પહાડ અને દરિયાની પૂજા એવી રીતે કરે છે જેમ આપણે ગંગા નદીની કરીએ છે. 1870 પહેલાંથી અલગ અલગ ગ્રુપો નદી અને મનુષ્યોના સંબંધોને કાયદેસર રૂપ આપવાની માગણી કરે છે. તેમની લડાઇ હવે પૂરી થઇ ગઇ છે. જોકે તેમને લડાઇ જીતવામાં 147 વર્ષ લાગ્યાં.
 
સંસદે પ્રસ્તાવ પાસ કર્યો
 
ન્યુઝીલેન્ડની સંસદે હાલમાં તેની સાથે જોડાયેલું એક બિલ પાસ કર્યું. તેણે વ્હાંગનુઇને એક વ્યક્તિ તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર આપ્યો છે. તેના બે પ્રતિનિધિઓ હશે. પહેલો પ્રતિનિધિ માઓરી સંપ્રદાય દ્વારા નિમણૂક કરવામાં આવશે. જેને ઇવી કહેવાશે. બીજો પ્રતિનિધિ સરકાર નક્કી કરશે.
 
આ વ્યક્તિની મહેનત રંગ લાવી
- બિલને બનાવવા અને તેના પર સરકારને રાજી કરવા માટે માઓરી સંપ્રદાયના ક્રિસ ફિનાલિસનને નિર્ણાયક ભૂમિકા ભજવી.
- તેમણે કહ્યું, વ્હાંગનુઇની હવે કાયદેસર ઓળખ હશે. તેના અધિકાર એક નાગરિક જેવા હશે. કર્તવ્ય અને જવાબદારીઓ હશે.
- મને જાણ છે કે કેટલાક લોકો પ્રાકૃતિક સંસાધનને કાયદેસર અધિકાર આપવો અજીબ છે. પરંતુ તે ટ્રસ્ટ, કંપની અથવા કોર્પોરેટ સોસાયટી કરતાં અલગ નથી.
- વ્હાંગનુઇ નદી, ઉત્તરના ટાપુ પર છે. તેની કુલ લંબાઇ 290 કિલોમીટર છે.
 
વિકાસ માટે 524 કરોડ રૂપિયાની મદદ
 
સંસદેનદી માટે 524 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. તેનાથી નદી પર વિકાસનાં કામ કરવામાં આવશે. તે સિવાય 197 કરોડ રૂપિયાનું અલગ ફંડ બનાવાશે. તેનો ઉપયોગ નદીના નિભાવ ખર્ચ તરીકે કરવામાં આ‌વશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો