• Gujarati News
  • New Zealand Court Jails Two Indian origin Men For Rape

ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના બે બળાત્કારીઓને સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યુઝીલેંડમાં બે ભારતીય મૂળના વ્યક્તિઓને બળાત્કારના ગુનાસર 17 વરસને જેલની સજા ફટકારવામાં આવી છે. આ બન્ને જણાએ બે યુવતીઓનું અપહરણ કરી તેમની પર વારંવાર બળાત્કાર કર્યો હતો.

બેંજામીન નિલેશ ગોંદર અને અંશુમેન્દ્ર રોહિત પ્રસાદ નામના બે ભારતીય મૂળના વ્યક્તિઓએ એક 15 વરસની અને તેની 17 વરસની પિતરાઇનું અપહરણ કર્યું હતું. 15 વરસની યુવતી પર પાંચ કલાક સુધી બન્ને એ બળાત્કાર કર્યો હતો. આ બનાવ 2011ના ડીસેમ્બરમાં હેમિલ્ટનમાં બન્યો હતો.

24 વરસના નિલેશને 16 વરસની અને 27 વરસના પ્રસાદને 15 વરસની સજા ફટકારવામાં આવી છે. આ બન્ને એ જ્યારે બે યુવતીઓનું અપહરણ કર્યું ત્યારે એક યુવતી ભાગી જવામાં સફળ રહી હતી જ્યારે એક નાકામ રહેતાં તે બળાત્કારનો ભોગ બની હતી.

શહેરથી બહાર સાત કિલોમીટર દૂર લઇ ગયા બાદ તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો