16 વર્ષની લોલિતાનો દાવો, હું જ છું હોટ અને અસલી ટીનએજ બાર્બી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લોલિતા રિચીનો દાવો છે કે, મેં કોઇ પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી ને હું રિયલ લાઇફ ટીનએજ બાર્બી છું)
કીવઃ 'બાર્બી ડોલ' જેવી દેખાતી આ સુંદર છોકરીનું કહેવું છે કે, તે જ રિયલ લાઇફ હોટ ટીનએજ બાર્બી છે. યુક્રેનના કીવમાં રહેનારી લોલિતા રિચીનો દાવો છે કે, તેણે કોઇ પણ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી વગર આવું બાર્બી ડોલ જેવું નાજુક ફિગર મેળવ્યું છે.
'હું છું રિયલ બાર્બી'
16 વર્ષની લોલિતાની કમર 20 ઇંચની છે. જ્યારે તેને અત્યંત ચર્ચિત 'હ્યુમન બાર્બી' વેલેરિયા લ્યૂકિયાનોવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, આ નામ તેણે ક્યારેય નથી સાંભળ્યું. લોલિતાનું દાવો છે કે, તે જ અસલી ટીનએજ બાર્બી છે.
મળ્યો માતાનો સપોર્ટ

આ સુપર કોન્ફિડેન્ટ છોકરીએ આ લૂક છેલ્લા એક વર્ષથી અપનાવ્યું છે. રશિયન સોશિયલ મીડિયા નેચવર્ક વીકે પર તેના હજારો ફેન ફોલોઅર્સ છે. તે કહે છે કે, આ ગેટઅપ માટે તેની માતાનો તેને ખૂબ સપોર્ટ મળે છે. લોલિતાની માતા જ તેની ફોટોગ્રાફર છે, જેમણે લોલિતાની ઇન્ટરનેટ પર સુંદર તસવીરો પોસ્ટ કરેલી છે.
કોઇ ડાયેટિંગ નહીં

નાજુક ફિગરને મેઇન્ટેઇન રાખવા માટે લોલિતા શું કરે છે, તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું ડાયટિંગ નથી કરતી. તેનો દાવો છે કે, તે નાસ્તાથી માંડીને ડિનરમાં ઘણી બધી વસ્તુઓ ખાય છે તેમ છતાં તેનું શરીર બાર્બી જેવું જ રહે છે.
સ્લાઇડ બદલો ને જુઓ હોટ ટીનએજ હ્યુમન બાર્બીની તસવીરો