ચીનાઓનો ચમત્કાર, અમદાવાદથી મુંબઇ માત્ર 12 મિનિટમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ તમને કહે કે, અમદાવાદથી મુંબઇ ખાલી 12 મિનિટમાં પહોંચી જવાય. સાંભળતા જ ઝાટકો લાગે કે, જે જગ્યાએ પ્લેનમાં જતાં 45 મિનિટ લાગે તો 12 મિનિટમાં કેવી રીતે પહોંચી શકાય, પણ ચીનાઓએ એવી શોધ કરી રહ્યા છે જેને કારણે આ શક્ય છે.

સુપર ફાસ્ટ ટ્રેન બનાવતા ફ્રાંસ, જર્મની, તાઇવાન, જાપાન સહિત કેટલાંય દેશોમાં એવી ટેક્નિક શોધવાની કટ્ટર સ્પર્ધા ચાલી રહી છે. જો કે, ચીન આ દેશોથી અલગ એવી ટેક્નિક શોધવાનો દાવો કર્યો છે, જેના થકી ટ્રેન જેટ પ્લેન કરતાં પણ વધુ ઝડપે દોડશે.
ચીનના દાવા અનુસાર તે લોકો 2,900 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન તૈયાર કરી રહ્યા છે. ચીનની જિયોતોંગ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એક ટેસ્ટિંગ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેમાં 'નીયર વેક્યૂમ હાઈસ્પીડ મેગલેવ' ટ્રેન દોડશે. હાલમાં સૌથી ઝડપથી દોડતી મેગલેવ ટ્રેન 431 કિમી પ્રતિ કલાકે દોડે છે.
ચીનમાં પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય સાયન્ટિસ્ટ ડો. ડેંગ જિગાંગે કહ્યું કે, 2900 કિમી પર ટ્રેન દોડાવવા માટે હવાના અવરોધમાં ઘટાડો કરવો પડશે. આથી ટ્રેનને નીયર વેક્યૂમ ટનલમાં દોડવવામાં આવશે.
સૌથી ફાસ્ટ ટ્રેનના ટેસ્ટિંગ માટે જે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, ત્યાં ટ્રેનને ફુલ સ્પીડે દોડાવવી શક્ય નહીં બને, પરંતુ અનુમાન લગાવવામાં આવે છે કે, 2900 કિમી પ્રતિ કલાકે ટ્રેનને દોડાવી શકાશે કે નહીં. જો ચીનને આવી ટ્રેન બનાવવામાં સફળતા મળશે તો આ ઇનોવેશન એક ક્રાંતિ ગણાશે ને તેના થકી ચીન આખી વિશ્વના ટ્રેન ઉદ્યોગમાં છવાઇ જશે.

'નીયર વેક્યૂમ હાઈસ્પીડ મેગલેવ' ટ્રેનની તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો