• Gujarati News
  • Nawaz Sharif’s Party Mascot, A White Tiger, Dies In Pakistan

નવાઝ શરિફની પુત્રી પ્રચારમાં સાથે રાખતી હતી સફેદ વાઘ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં 11મીએ સામાન્ય ચૂંટ્ણીઓ છે. પ્રચારનો છેલ્લો તબક્કો જામ્યો છે. ચારેકોર ચૂંટણીનો માહોલ છે. નવાઝ શરિફની પાર્ટી PML-N દ્વારા પણ પુરજોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. શરિફની પાર્ટી માસ્કોટ તરીકે સફેદ વાઘનો ઉપયોગ કરતી હતી. મંગળવારે એક ચૂંટણી સભા દરમિયાન આ સફેદ વાઘ બેભાન થઇ ગયો હતો. વાઘને બેભાન હાલતમાં લાહોરની University of Veterinary and Animal Sciences ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં બુધવારે તેનું મોત નિપજ્યું હતું.

આ સફેદ વાઘ નવાઝ શરિફની પુત્રી મરિયમ શરિફની સભાઓમાં ઘણે જોવા મળ્યો હતો.

પ્રાથમિક જાણકારી મુજ્બ, વધુ પડતી ગરમીના કારણે વાઘનું મોત થયું હતું. નવાઝ શરિફના પ્રચાર માટે તેમની દિકરી મરિયમ ઘણી જ સક્રિય છે. વાઘ તેમના પક્ષનું ચૂંટણી પ્રતિક પણ છે. નવાઝ શરિફ પોતે પણ પોતાને પાકિસ્તાનના શેર તરીકે પોતાને ઓળખાવે છે.

કેવી રીતે વાઘનું મોત? શું સહન ના કરી શક્યો વાઘ? વાંચો આગળ