• Gujarati News
  • Narendra Modi Rockstar Well Come In Sydney Allphones Arena

એજ ઓફિસ, એ જ ફાઈલ... છતાં પણ કામ થયું : મોદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઓલફોન્સ એરિનામાં ઉપસ્થિત ભારતીયો)
સિડની: સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓલફોન્સ એરેનામાં એવું જ સ્વાગત થયું કે જેવું ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ખાતે થયું હતું.મોદીએ અહીં પોતાની સરકારની કાર્યશૈલી વિષે પણ જણાવ્યું. મોદીએ કહ્યું કે વીતેલાં 67 વર્ષ દરમિયાન એક વર્ષમાં સરેરાશ એક કરોડ બેન્ક ખાતાં ખૂલતાં હતાં પરંતુ જનધન યોજના શરૂ થયાના 10 સપ્તાહમાં જ સાત કરોડથી વધુ બેંક ખાતાં ખૂલી ગયાં છે.સરકાર એ જ , કાર્યાલયો એ જ ,આદતો એ જ અને લોકો પણ એ જ.પરંતુ કામ થઇ ગયું ને મોદી કેનબેરા પહોંચી ચૂક્યા છે. મંગળવારે સવારે સંસદને સંબોધન કરશે. તે પછી ટોની એબોટ સાથે દ્વિપક્ષી વાટાઘાટો કરશે.
મોદીજી ભારતની રાષ્ટ્રીય ખુશી સચિન છે: કૈસ્પ્રોવિચ

સોમવારે ક્વિન્સલેન્ડના પ્રીમિયર કેમ્પબેલ ન્યૂમેનમાં મોદી માટે સમારંભનું આયોજન થયું હતું. તેમાં ભૂતપૂર્વ ઝડપી બોલર કૈસ્પ્રોવિચ પણ હાજર હતા. તેમણે કહ્યું કે સચિન જ્યારે તેમના દડે શોટ મારતો હતો ત્યારે એવું લાગતું હતું કે ભારતની ગ્રોસ નેશનલ હેપીનેસ સચિન જ છે.

ઉત્સાહ : દેશમાં 250 કરોડ ભુજા

મોદીએ જણાવ્યું કે જે દેશમાં 250 કરોડ ભુજાઓ હોય અને તેમાં પણ 200 કરોડ 35 વર્ષથી પણ ઓછી વયની હોય ત્યાં યુવાશક્તિના બળે ભારત મજબૂત બનશે. ઘણા લોકોના મોટાં-મોટાં કામ કરવાનાં સ્વપ્ન હોય છે. મારે તો નાનાં-નાનાં કામ કરવાના છે. નાના લોકો માટે કરવાનું છે અને નાનાને મોટા બનાવવા માટે કરવાના છે.

નવો વિચાર : કાનૂન ખતમ કરવામાં મજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કેગત સરકારોને કાનૂન બનાવવામાં મજા આવતી હતી, મને બિનજરૂરી કાયદા ખતમ કરવામાં અાનંદ આવે છે. અંગ્રેજોના જમાનાથી સર્ટિફિકેટનું ગેજેટેડ ઓફિસર પાસેથી વેરિફિકેશન ખતમ કરી નાખ્યું. જો કોઇએ કહ્યું કે આ મારો દસ્તાવેજ છે તો અમે માની લઇશું. નોકરી લાગશે ત્યારે મૂળ પ્રમાણપત્ર બતાવો.
આગળ વાંચો, ઓસ્ટ્રેલિયાના મીડિયામાં મોદી, માત્ર મોદીને યાદ રાખો : ન્યૂઝ.કોમ, ...અને હોસ્ટ રાશિ કપૂર અંગે વિવાદ