લાસ્ટ ચેપ્ટર ઇન ઓસ્ટ્રેલિયાઃ મોદી પહોંચ્યા મેલબોર્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મેલબોર્નમાં ગવર્નર એલેક્સ ચર્નોવે મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું.)
મેલબોર્નઃ બ્રિસેબન ખાતે જી20 સમિટ બાદ મોદીએ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે છે. જે અંતર્ગત મોદી ઓસ્ટ્રેલિયાના ચાર મુખ્ય શહેરો બ્રિસબેન, સિડની, કેનબેરા અને મેલબોર્નની મુલાકાતે છે. ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતના છેલ્લા પડાવમાં મોદીએ મેલબોર્ન પહોંચી ગયા છે. મેલબોર્નમાં મોદીએ સૌથી પહેલા ગવર્નર એલેક્સ ચર્નોવની મુલાકાત લીધી હતી. હાલમાં મોદીની મેલબોર્નના બિઝનેસ લીડર્સ સાથે મંત્રણા ચાલી રહી છે.
મેલબોર્નમાં વિવિધ કોર્પોરેટ કંપનીના આગેવાનો સાથે મોદીએ રાઉન્ડટેબલ ચર્ચા કરી હતી. જેમાં મોદીએ કોર્પોરેટ સેક્ટર સાથે એજ્યુકેશન, ઊર્જા, આઇટી, બેન્કિંગ જેવા ક્ષેત્રે રાઉન્ડટેબલ ચર્ચા કરી હતી.
ભારતમાં ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટની ઉજળી તકોઃ મોદી
સીઇઓ સાથેની મંત્રણા દરમિયાન મોદીએ કહ્યું હતું કે, મે સૌની રજૂઆત ધ્યાનથી સાંભળી છે. મારું ફોકસ મુખ્ય બે બાબતોમાં જ છે. એક રિસર્ચ. જેમાં વિક્યોરિયા યુનિવર્સિટી મદદરૂપ બની શકશે તથા બીજી બાબત છે, સ્કૂલ લેવલ કોર્ડિનેશન. અમે પર્યાવરણ ક્ષેત્રની સમસ્યાનું નિવારણ લાવવા માટે કટિબદ્ધ છીએ. અમે અર્થતંત્રને ગેસ આધારિત બનાવવા ઇચ્છીએ છીએ. આથી તેના પરથી તમે અંદાજો લગાવી શકશો કે અમારે કેટલા નેચરલ ગેસ ટર્મિનલ્સની જરૂર પડશે. તે સિવાય અમારા દેશમાં ટુરિઝમ ક્ષેત્રે પણ ખાસ્સી તકો છે. ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટની ઉજળી તક છે.
મોદીએ બિઝનેસ આગેવાનોને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે વેપાર સરળ બને તેવા સુધારાઓ કરવામાં આવશે. અમારું મુખ્ય ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાષ્ટ્રીય માર્ગો, રુરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિંચાઇ પદ્ધતિ, રેલવેનું આધુનિક અને હાઇ સ્પીડ નેટવર્ક છે.
મેલબોર્નમાં મોદીના આગામી કાર્યક્રમો

- રાત્રે ઓસ્ટ્રેલિયન પીએમ ટોની એબોટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના બેન્કવેટ હોલમાં મોદીના રિસેપ્શનનું આયોજન કર્યું છે.
- ટોની એબોટ મોદીને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની વિઝિટ કરાવશે.
ટોની એબોટે મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું છે કે, આજે તમને MCG ખાતે હોસ્ટ કરવાની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.
મોદીની કેનબેરા વિઝિટની તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો
(અંતિમ સ્લાઇડમાં જુઓ મેલબોર્નમાં સીઇઓને મોદીનું સંબોધનનો વીડિયો)