• Gujarati News
  • My Vagina Says' Activity To Promote Feminism In China

મહિલાના પ્રાઈવેટ પાર્ટની મજાક ઉડાવતી ચીની યુવતીઓની મૂવમેન્ટ, થઈ થૂં-થૂં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીન હંમેશા પોતાના દેશ અંગેના વિચિત્ર અહેવાલોથી ચર્ચામાં રહેતું હોય છે. આ વખતે પણ કેટલાક સ્ટુડન્ટ્સના કારણે ચીનમાં ઈન્ટરનેટ ઉપર એક મૂવમેન્ટ ચર્ચાનો વિષય બની છે. બીજિંગ ફોરન સ્ટડીઝ યુનિવર્સિટીની 'જેન્ડર એક્ટિવિઝમ ક્લબ' દ્વારા ચલાવાતી 'માય વેજિના સેય્ઝ' એક્ટિવિટી લોકોની આલોચનાને પાત્ર બની છે. આ મૂવમેન્ટમાં ક્લબની યુવતીઓએ બોર્ડ ઉપર ફેમિનિઝમ સંબંધિત સંદેશા લખ્યા છે અને તમામ સંદેશાની શરૂઆત 'માય વેજિના સેય્ઝ'થી કરવામાં આવી છે.

ચાઈનીઝ ન્યૂઝ વેબસાઈટ ઉપર છપાયેલા એક રિપોર્ટ મુજબ વિદ્યાર્થીનીઓએ પોતાની તસવીર સાથે એક વ્હાઈટ કલરના બોર્ડ પર પોતાના સંદેશા લખ્યા છે. સ્ટુડન્ટ્સની આ તસવીરો કેમ્પસમાં યોજાનારા નાટકના પ્રમોશન માટે રજૂ કરવામાં આવી છે. આ સ્ટેજ પ્લે અમેરિકન નાટકકાર દ્વારા લખાયેલા ડ્રામા 'ધી વેજિના મોનોલોગ્સ' પર આધારિત છે, જે 1996માં લખાયો હતો. ઉલ્લેખનીય છે કે આ નાટક દ્વારા મહિલાઓનું સમ્માન અને તેમના હક માટે અવાજ બુલંદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યુનિ.ના ઈંગ્લીશ ચીફ લૂએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે 'યોનિ ગાથા' કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેમાં રજૂ થનાર તસવીરો ઉપર કમેન્ટ કરી શકાય તેમ નથી.

આ તસવીરો ચાઈનીઝ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર વાયરલ બની છે. કડક કાયદો અને દમનકારી નીતિઓને લીધે બદનામ ચીનની આ તસવીરોને લીધે સખત ટીકા થઈ રહી છે. લોકો થૂ થૂ કરી રહ્યા છે.

સ્લાઈડ આગળ સ્ક્રોલ કરો અને વધુ તસવીરોમાં જુઓ 'માય વેજીના સેય્ઝ' મૂવમેન્ટમાં દરેક યુવતીએ શું સંદેશો આપ્યો છે...