તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છ મહિના બાદ પરવેઝ મુશર્રફને મળી ડબલ રાહત, પાક. નહીં છોડી શકે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને નજરકેદમાંથી મુક્ત કરવા માટે સ્થાનિક કોર્ટે આદેશ આપ્યો છે. પરવેઝ મુશર્રફને ઈસ્લામાબાદમાં લાલ મસ્જીદ હુમલા કેસમાં જામીન મળ્યાના બે દિવસ બાદ આ આદેશ મળતા ડબલ રાહત મળી છે. પૂર્વ લશ્કરી વડા મુશર્રફને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને વરિષ્ઠ કબાયલી નેતા નવાબ અકબર બુગ્તીની હત્યાના કેસમાં અગાઉ જામીન મળી ગયા છે. જો કે તેમ છતા કેટલાક કાયદા નિષ્ણાતો માને છે કે મુશર્રફ સામે વધુ એકાદ બે કેસ પેન્ડિંગ હોવાથી પાકિસ્તાન છોડવા માટે તે અડચણરૂપ બની રહેશે.

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ મુશર્રફના વકીલોએ બે જામીન અરજી દાખલ કર્યા બાદ એડિશનલ સેશન્સ જજ વાજિદ અલીએ મુશર્રફને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. મુશર્રફના વકીલોએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા લેખિતમાં આદેશ જાહેર કર્યા બાદ બુધવારે મુશર્રફને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. મુશર્રફને છેલ્લા છ માસથી પોતાના જ ફાર્મહાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. મુશર્રફના વકીલ ઈલિયાસ સિદ્દીકીએ જણાવ્યું કે, મુશર્રફને તમામ કેસમાં જામીન મળી ગયા છે. હવે તેમના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી

વધુ અહેવાલ વાંચો આગળની સ્લાઈડમાં...