તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Mumbai Attack Hearing Averted For Witnesses Not Come

સાક્ષીઓ નહીં આવતા મુંબઇ હુમલાની સુનાવણી ટળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાક્ષીઓ કહે છે : કરાચીથી ઇસ્લામાબાદ આવવાના પૈસા નથી
આ જ સાક્ષીઓએ પહેલાં ષડયંત્રકારોને કોર્ટમાં ઓળખ્યા હતા
પાકિસ્તાનમાં મુંબઇના આતંકવાદી હુમલાની સુનાવણી ફરી ટળી ગઇ છે. આ વખતે કોર્ટમાં ચાર સાક્ષીઓ હાજર નહીં હોવાને કારણે આવું થયું છે. હવે સુનાવણી ૨૦ જુલાઇએ થશે.
ઇસ્લામાબાદમાં આતંકવાદ વિરોધી કોર્ટના જજ કૌશર અબ્બાસ ઝૈદીએ શનિવારે સુનાવણી શરૂ કરી હતી. દલીલો માટે ચાર સાક્ષીઓ આવવાના હતા. પરંતુ તેમના વતી કોર્ટને એવું જણાવવામાં આવ્યું કે તેમની પાસે કરાચીથી ઇસ્લામાબાદ આવવાના પૈસા નથી, તેથી તેઓ કોર્ટમાં હાજર થઇ શક્યા નથી. ત્યાર બાદ સુનાવણી સ્થગિત કરી દેવાઇ હતી. જજે સંઘીય તપાસ એજન્સીને આદેશ આપ્યા છે કે સાક્ષીઓને ઇસ્લામાબાદ લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
અગાઉ આ સાક્ષીઓએ સાત આરોપીઓમાંથી એક અને ૧૦ અન્ય લોકોએ તેમની પાસેથી માછલી પકડવા માટે ૧૧ હોડીઓ ખરીદી હતી. તેમણે અમજદ ખાન અને અતીકુર્રેહમાન સહિ‌ત ૧૦ અન્ય લોકોને ઓળખી પણ કાઢયા હતા.
આ મામલામાં લશ્કર-એ-તોઇબાના કમાન્ડર ઝકીઉર રહેમાન લખવી સહિ‌ત સાત લોકો પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. પરંતુ કેસની સુનાવણી કોઇને કોઇ કારણસર ટળતી જ જાય છે.અગાઉ જજે જણાવ્યું હતું કે જ્યાં સુધી નવી સરકાર નક્કર સુરક્ષા નહીં આપે ત્યાં સુધી સુનાવણી થઇ શકશે નહીં.