તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Vice Admiral Muhammad Zakaullah Took Charge At Navy Head Quarter

એશિયન ખેલોના ગોલ્ડ મેડલિસ્ટ એડમિરલ જકાઉલ્લાહ બન્યા પાકિસ્તાની નેવીના નવા વડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસ્લામાબાદઃ એડમિરલ મોહમ્મદ જકાઉલ્લાહને પાકિસ્તાની નેવીના વડા બનાવાયા છે. તેમણે અહીં નેવી હેડક્વાર્ટર ખાતે પોતાનો કાર્યભાળ સંભાળી લીધો. તેમણે પૂર્વ નેવી વડા મોહમ્મદ આસિફ સંદિલાનું સ્થાન સંભાળ્યું.

રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને વડાપ્રધાન નવાઝ શરીફની સલાહ પર મોહમ્મદ જકાઉલ્લાહને નેવીના એડમિલ નિયુક્ત કર્યા. આ પહેલા તેઓ વાઈસ એડમિરલ હતાં. પાકિસ્તાનમાં વાઈસ એડમિરલને અને નેવી પ્રમુખની નિયક્તી કરવાની પરંપરા છે.

એશિયન ગેમ્સમાં બે વખત જીત્યા ગોલ્ડ
બે વખત એશિયન ગેસ્મ ગોલ્ડ મેડલિસ્ટ જકાઉલ્લાહ એક અનુભવી નાવિક છે. 1984ના ઓલિમ્પિક, 1986 અને 1990ના એશિયન ગેમ્સમાં તેમણે પાકિસ્તાની સેલિંગ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઈન્ટરનેશનલ સેલિંગ ચેમ્પિયનશિપના પણ કેટલાય એવોર્ડ જીત્યા છે.

જકાઉલ્લાહ એ ત્રણ વરિષ્ઠ અધિકારીઓમાંથી એક હતાં, જેમને નેવી ચીફનું પદ આપવાનું હતું. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ સુધીનો હશે.
જકાઉલ્લાહે બ્રિટેનની રોયલ નેવલ સ્ટાફ કોલેજ અને ઈસ્લામાબાદની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. લંડન યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તેમની પાસે કાયદે આઝમ યુનિવર્સિટીની એમએસી ઈન વોર સ્ટડીઝની ડિગ્રી પણ છે. આ ઉપરાંત તેઓ હિલાલે ઈમ્તિયાઝ, સિતાર-એ-ઈમ્તિયાઝ, તમંગા-એ-ઈમ્તિયાઝ તેમજ રાષ્ટ્રપતિ મેડલ પણ હાંસલ કરી ચક્યાં છે.