• Gujarati News
  • Information About Ancient Ruins On The Occasion Of World Architecture Day

Pix: જુઓ, દુનિયાના સૌથી પ્રખ્યાત પ્રાચીન ખંડેરો, અંતરીક્ષમાંથી પણ દેખાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરઃ અંકોરવાટનું મંદિર, કમ્બોડિયા

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા આખીમાં એવા કેટલાય પ્રસિદ્ધ અને પ્રાચીન ખંડેરો છે કે જે દુનિયાના ખુણે ખુણેથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતા રહે છે. આ બધા ખંડેરો માત્ર પ્રસિદ્ધ જ નથી. સ્થાપ્યત્ય કળાની દ્રષ્ટિએ પણ અતુલ્ય છે. પણ શું આપને એ ખબર છે કે આ ખંડેરોને અંતરીક્ષમાંથી પણ જોઈ શકાય? સેટેલાઈટ દ્વારા લેવાયેલી તસવીરોમાં આ વાતની પુષ્ટી કરાઈ છે કે આ ખંડેરોને આસમાનમાંથી પણ જોઈ શકાય છે.

6 ઓક્ટોબરે વર્લ્ડ આર્કિટેક્ચર ડે છે. એના ઉપલક્ષે અહીં પ્રાચીન ખંડેરો અંગે જાણકારી અપાઈ રહી છે. એવા ખંડેરો અંગે કે જેને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય. ઈકોનોસ સેટેલાઈટની મદદથી આ ખંડેરોની તસવીરો લેવાઈ છે.

અંગકોરવાટનું મંદિર, કમ્બોડિયા
કમ્બોડિયામાં આવેલું અંકોરવાટનું આ મંદિર ખમેર સામ્રાજ્યની પ્રાચીન રાજધાની ખાતે સ્થિત છે. આ એક હિંદુ મંદિર હતું જેને 1113-50 વચ્ચે સૂર્યવર્મન બીજા દ્વારા બનાવાયું હતું. આ મંદિર ભગવાન વિષ્ણનું સમર્પિત છે. જોકે, લગભગ 15મી સદીથી આ મંદિરને છોડી દેવાયું છે. હાલમાં બૌદ્ધો દ્વારા આ મંદિરનો ઉપયોગ પવિત્ર સ્થળ તરીકે કરવામાં આવે છે.
આગળ વાંચો, પ્રાચીન ખંડેરો અંગે અને જુઓ સેટેલાઈટ દ્વારા લેવાયીલ તસવીરો...