• Gujarati News
  • More Than A Dozen Injured As Tornadoes Cause Devastation Across The South America

અમેરિકામાં 'ટોર્નેડોઝ' ત્રાટક્યાઃ જૂઓ વિનાશ વેરતી તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં શનિવાર 'વિનાશનો વાર' બની રહ્યો. દેશના દક્ષિણ ભાગમાં ત્રાટકેલા ચક્રવાતોએ 200 જેટલા મકાનોને નુકસાન પહોંચાડ્યું તો ડઝન કરતાય વધારે લોકોને ઈજા પહોંચાડી. નોર્થ કેરોલાઈનાના પિટ્ટ અને બ્યૂફોર્ટ કાઉન્ટીઝને ચક્રવાતે નિશાન બનાવ્યું હતું. જેને કારણે અહીં ભારે નુકસાન પહોંચ્યું હતું. તો બીજી બાજુ, ટેક્સાસ અને ઓક્લોહોમાને પણ શનિવાર રાતથી લઈને રવિવાર સવાર ચક્રવાતે ધમરોળ્યા હતાં.

ચક્રવાતને કારણે ઈસ્ટર્ન-નોર્થ કેરોલાઈનામાં સૌથી વધારે નુકસાન નોંધાયું હતું. અહીં 200થી વધારે ઘરોને નુકસાન પહોંચ્યું હતું. તો ડઝન કરતાય વધારે લોકોને ઈમરજન્સી સારવાર હેઠળ દાખલ કરવા પડ્યાં હતાં. આ પહેલા શવિવારે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે પિટ્ટ અને બ્યૂફોર્ટ કાઉન્ટીઝમાં ત્રાટકેલા ચક્રવાતમાં 111 માઈલ પર કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વિસ્તારમાં થયેલા નુકસાન અંગે હજુ પણ નવા નવા આંકડાઓ સામે આવી રહ્યાં છે.

અમેરિકામાં ચક્રવાતે વેરેલા વિનાશની તસવીરો જોવા માટે તેમજ આ અંગે વધુ વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ