ઈટાલિયન મહિલાઓની માન્યતાઃ માતૃત્વ ધારણ નથી કરવું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માતૃત્વ એ દરેક મહિલાઓની સપનું હોય છે. જોકે, એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગની ઈટાલીયન મહિલાઓ સંતાન નથી ઈચ્છતી. ઓર્ગેનાઈઝેસન ફોર ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવેલોપમેન્ટ દ્વારા હાથ ધરાયેલા આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ચોથાભાગની ઈટાલીય મહિલાઓ પ્રસુતીના પ્રભાવક વર્ષો સંતાન મા બન્યા વગર જ પસાર કરી દે છે. આવી રીતે માતૃત્વનો આ સમય સંતાન વગર જ પસાર કરનારી મહિલાઓમાં અમેરિકાની 14 ટકા જ્યારે ફ્રાન્સની 10 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

ઈટાલમાં હાલમાં જોવા મળી રહેલી 'ઈકોનોમિક ક્રાઈસિસ', અનિચ્છિત નોકરી જેવા પરિબળોને ઈટાલિયન મહિલાઓને પરિવાર શરૂ કરતા રોકે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 1965માં જન્મેલીને હાલમાં 50ની આપસાપ પહોંચેલી મહિલીઓમાં 'સંતાનવિહોણાપણા'નું પ્રમાણ 1960માં જન્મેલી મહિલાઓના હિસાબમાં ભારે વધારે છે.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે 'ડિફિકલ્ટ જોબ માર્કેટ' એ ઈટાલિયન મહિલાઓના સંબંધીત નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે. ઈટાલીમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. મોટાભાગના યુવાનોને એક સુરક્ષિત ને કાયમી નોકરી મેળવવાને બદલે એકાદ વર્ષનો કોન્ટ્રેક્ટ ધરાવતી નોકરી કરવી પડે છે. જેને કારણે મોટાભાગના લોકો યુવાનો પોતાની પુખ્યવયે પણ 'માતા પિતાના ઘર'માં રહેવું પડે છે. 24 થી 35 વર્ષની વચ્ચેના ઈટાલીયન યુવાનોને પોતાના માતાપિતાના જ ઘરે રહેવું પડે છે. આવા યુવાની સંખ્યામાં અમેરિકામાં 14 ટકા હોવાનું જાણવા મળ્યું છે.