ક્લિંટન સાથે સેક્સ સ્કેંડલમાં ફસાયેલ મોનિકા બોલીઃ ઇંટરનેટે બરબાદ કરી લાઇફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલાડેલ્ફિયા. બિલ ક્લિંટનની સાથે પ્રેમ પ્રકરણમાં ચર્ચામાં આવેલ પૂર્વ વ્હાઇટ હાઉસ ઇંટર્ન મોનિકા લેવેન્સકી પ્રથમ વાર સોશિયલ સાઇટ્સ ટ્વિટર પાર આવી છે. તેણે 13 વર્ષમાં પહેલી વાર સાર્વજનિક મંચ પર પોતાના અફેર અંગે મૌન તોડ્યું છે.
ફોર્બ્સના 30માં ઉદ્ઘાટન સમારોહમાં ભાવનાત્મક ભાષણ આપતા તેણે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનની સાથેના સેક્સ સ્કૈંડલની કડવી યાદોને તાજા કરી હતી. 41 વર્ષીય મોનિકાએ કહ્યું કે, ક્લિંટનની સાથે પ્રેમમાં પડ્યા બાદ તે સાઇબર ફ્રોડનો શિકાર બનનારી પ્રથમ હતી. તે પ્રથમ એવી મહિલા હતી જેની ઇંટરનેટે જીંદગી બરબાદ કરી હોય. એ સમયે ન તો ફેસબુક હતુ, ન ટ્વિટર હતું કે ન તો ઇંસ્ટાગ્રામ હતું.

તેમ છતાં તે ગપસપ, સમાચાર અને મનોરંજનની હેડલાઇન બની ગઈ હતી. તેણે કહ્યું કે, જ્યારે તેની સાથે સેક્સ સ્કેંડલની વાતો થવા લાગી ત્યારે શરમ, ખેદ અને આત્મહત્યાની ભાવના મનમાં ઉઠવા લાગી હતી. તે સતત કોમપ્યુટર સ્ક્રીન સામે બેઠી રહેતી હતી અને દરરોજ ભગવાનને કોસતી હતી. તેણે જણાવ્યું કે, તેઓ સાઇબર ધોખાધડીની વિરુદ્ધના કેમ્પેનમાં ત્યારે જોડાઇ જ્યારે તેણે 2010માં ન્યૂજર્સીમાં 18 વર્ષની એક છોકરી દ્વારા કોઈ વ્યક્તિને કિસ કરતો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો અને છોકરીએ ત્યારબાદ આત્મહત્યા કરી હતી.

ટ્વિટર પર આવતા જ 18 હજાર લોકોએ ફોલો કરી

મોનિકા લેવિન્સ્કી પ્રથમ વાર ટ્વિટર પર આવતાની સાથે જ 18 હજાર ફોલોઅર પણ મળી ગયા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ મોનિકાએ વૈનિટી ફેયર સામયિકને ઇંટરવ્યું આપ્યો હતો. પરંતુ તે ક્લિંટન સાથેના અફેર અંગે ચુપ હતી. 1998માં અમેરિકી રાષ્ટ્રપતિ અને મોનિકા લેવિન્સકીના સેક્સ પ્રકરણ અને લવ અફેરનો ખુલાસો થયો હતો. ત્યારબાદ ક્લિંટને જાહેરમાં આ ઘટના અંગે માફી માંગી હતી.
આગળ જુઓ બિલ ક્લિંટન અને મોનિકા લેવિન્સ્કીની તસવીરો........