• Gujarati News
  • Money Withdrawn From Accounts Of Four Passengers Of MH370

MH370 મામલે નવો ખુલાસો, ચાર મુસાફરોના એકાઉન્ટ્સમાંથી ચોરાયા 20 લાખ રૂપિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર)

કુઆલાલમ્પુરઃ 8 માર્ચ 2014એ રહસ્યમયી સંજોગોમાં ગાયબ થઈ ગયેલા મલેશિયના એરલાયન્સના વિમાન MH370 સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. ગુમ થયેલા વિમાનમાં સવાર ચાર મુસાફરોના બેંક એકાઉન્ટમાંથી લગભગ 20,000 પાઉન્ડ(ભારતીય રૂ.માં આશરે 20 લાખ ) ચોરી લેવાની ઘટના બની છે. 

કુઆલાલમ્પુરની એક બેંકના ચાલુ ખાતામાં ગેરરીતી થયેલી હોવાનો મામલો 18 જુલાઈએ સામે આવ્યો હતો. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર ઈજાની અબ્દુલ ઘનીએ આ અંગેની જાણકારી આપી છે. પ્રારંભીક રિપોર્ટ અનુસાર પાંચ મહિનાથી ગુમ વિમાનના ખાતામાંથી કુલ 111,000 મલેશિયન રિંગ્ગિત કાઢી લેવામાં આવ્યા છે. 
 
રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે ગૂમ થયેલા ત્રણ મુસાફરોના ખાતામાંથી આ રકમ ચોથા મુસાફરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે બાદ ટ્રાન્ઝેક્શન કરાઈ ચોથા મુસાફરનું ખાતું બંધ કરી દેવામાં આવ્યું હતું. 
 
ઘનીએ એક બ્રિટિશ ન્યુઝ વેબસાઈટને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે \'ગેરકાયદે એકાઉન્ટ એક્સેસ કરવાની આ ઘટનાની તપાસ ચાલી રહી છે. શંકાસ્પદોની તપાસ કરવા માટે બેંકના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે. \'

તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શર્તે ન્યૂ સ્ટ્રેટ ટાઈમ્સને જણાવ્યું કે \'ગેરકાયદે રીતે મની ટ્રાન્ઝેક્શન, લેંગ વેલીના અલગ અલગ એટીએમમાંથી કરવામાં આવ્યું છે.\' 
 
આગળ વાંચો... ક્યાં સુધી પહોંચી MH370ની શોધ...