• Gujarati News
  • Mom, 34, Gives Birth To Healthy Set Of Quintuplets, 3 Girls And 2 Boys, Via C section

PHOTOS: જ્યારે એક મહિલાની કૂખે એકસાથે પાંચ બાળકો અવતર્યા, દિલખુશ ક્ષણો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉતાહની એક મહિલાએ એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે. આ ખાસ પ્રસંગને સફળ બનાવવા આઠ ડોક્ટરો, ડઝન નર્સ, અનેક મદદનીશો હાજર રહ્યા હતા. પાંચેપાંચ બાળકો સ્વસ્થ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

ગ્યુલેમિયા અને ફરનાંડોના પાંચ બાળકોમાં ત્રણ બાળકીઓ અને બે બાળકો છે. તેમનું વજન 2 થી 3 પાઉન્ડ વચ્ચે છે. સોલ્ટ લેક સિટીની હોસ્પિટલમાં મહિલા તેના બાળકો સાથે સારવાર લઇ રહી છે. હજુ છ સપ્તાહ તેમને દવાખાને રહેવું પડશે.

આ તમામ બાળકો ખુબ જ હેલ્ધી છે એમ હોસ્પિટલે જણાવ્યું છે. 34 વરસની ગ્યુલેમિયા ગર્સિઆએ પાંચ જીવોને 32 સપ્તાહ સુધી પોતાના ગર્ભમાં સાચવ્યા હતા. સામાન્ય ડીલીવરી કરતાં અગાઉ આ ડીલીવરી થઇ હતી.

આ હોસ્પિટલમાં ક્વિન્ટયૂપ્લિટનો આ પહેલો દાખલો હતો. અમેરિકામાં દર વરસે દસ્ જેટલા બનાવો નોંધાતા હોય છે.

માતા પિતા બહુ જ ખુશ છે. તે કહે છે કે અમને તો જાણે ઉપરવાળાએ બધું જ આપી દીધું છે. માન્યામાં જ નથી આવતું કે અમને એકસાથે પાંચ બાળકો જન્મ્યા છે.

આ દંપતિ ફર્ટિલિટી માટે દવા પણ લેતું હતું. જેના કારણે આમ થયું હોઇ શકે છે. આ મહિલા બે મહિનાથી સાવ આરામ પર હતી. તેમને ખ્યાલ આવી ગયો હતો કે બે કરતાં વધુ બાળકો છે.

સિઝેરિયન ડીલીવરી કરવામાં આવી હતી. બે મિનિટમાં તો તમામ બાળકોને બહાર લાવી દેવાયા હતા.
પાંચેય બાળકોના નામ પર પાડી દેવામાં આવ્યા છે.

આગળ જુઓ શાનદાર તસવીરો, માતા કેવી ખુશખુશાલ છે? કેવી હરકતો કરી રહ્યા છે નવજાત શિશુંઓ? દરેક તસવીર દિલ બાગ બાગ કરી દેશે