• Gujarati News
  • Rashi Kapoor Said That, I Clarify That My Correct Title Is Miss India Global United 2013

વિવાદઃ મોદીના કોમ્યુનિટિ રિસેપ્શનની ઉદ્ધોષક રાશીએ ખોટી માહિતી આપી કામ મેળવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ રાશી કપૂરના એફબી એકાઉન્ટ પરથી લેવામાં આવેલી તસવીર)
મેલબોર્ન. સોમવારે યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઈ પ્રોફાઈલ કોમ્યુનિટિ રિસેપ્શનમાં મુખ્ય ઉદ્ઘોષક પૈકીની એક રાશી કપૂરે પોતાને મીસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા તરીકે રજૂ કરી નવા વિવાદમાં પડી છે. આ સૌંદર્ય સ્પર્ધાના આયોજકોએ રાશી કપૂર પર આરોપ લગાવ્યો હતો કે, ‘રાશીએ ખોટી માહિતી આપી હતી કે તે મીસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ટાઈટલની વિજેતા છે.’
સૌંદર્ય સ્પર્ધાના આયોજકોએ કહ્યું – રાશી કપૂર ક્યારેય અમારું ટાઈટલ જીતી નથી
આ સૌંદર્ય સ્પર્ધાના આયોજક મિસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા કોર્પોરેશનની નેશનલ ડાયરેક્ટર રીના કોઅલે કહ્યું હતું કે, ‘રાશી કપૂર ક્યારેય આ ટાઈટલની વિજેતા બની નથી અને તે મીડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં પોતાની જાતને ખોટી રીતે આ ટાઈટલની વિજેતા જણાવી રહી છે.’ રીના કોઅલના જણાવ્યા મુજબ, ‘મિસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાનું એસીઆઈસી હેઠળ વર્ષ ૨૦૧૨થી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તથા આઈપી ઓસ્ટ્રેલિયા ક્લાસ ૪૧ હેઠળ તેને રજીસ્ટ્રર્ડ ટ્રેડમાર્કની પ્રક્રિયા પણ કરવામાં આવી છે.’
રાશી કપૂર અને તેના સહાયકો જાહેરમાં માફી માંગે
મિસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના આયોજકોએ પોતાના રજીસ્ટ્રર્ડ ટાઈટલનો દૂરઉપયોગ કરીને આ પ્રતિયોગીતાના ઓડીશનમાં પણ ભાગ ન લીધો હોવા છતાંય પોતાને વિજેતા બતાવનાર રાશી કપૂર માફી માંગે તેવી રજૂ આત કરી છે. તેઓએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મિસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા કોર્પોરેશને રાશી કપૂર અને તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી જેમાં એમના ટાઈટલનો ખોટી રીતે ઉપયોગ કરી મીડિયાનું ધ્યાન કેન્દ્રીત કરવાથી લઈને પોતે આ ટાઈટલની વિજેતા છે તેવી ઘોષણા કરી હતી તેની સામે જાહેરખબર આપી માફી માંગે તેવી રજૂઆત કરી હતી.’ કોર્પોરેશને ઉમેર્યું હતું કે, ‘અમે વારંવાર આ વિષયક સ્પષ્ટતા કરવા રાશી કપૂર અને તેના સહયોગીઓને જણાવ્યું હતું પરંતુ તેઓએ અમારી વાતને નજરઅંદાજ કરી લીધી હતી અને અત્યાર સુધી કોઈ જ સ્પષ્ટતા કરી નથી.’
રાશી કપૂરે ફેસબુક પર લખ્યું- મારા ટાઈટલનું નામ ખોટું લખવામાં આવ્યું છે
પોતાના પર લાગેલા આરોપ પછી રાશી કપૂરે પોતાના ફેસબુક પેજ પર એક નિવેદન આપ્યું હતું કે, ‘તે મિસ ઈન્ડિયા ગ્લોબલ યૂનાઈટેડનું ટાઈટલ ૨૦૧૩માં જીતી હતી અને કેટલાક મીડિયા હાઉસે ટાઈટલનું નામ ખોટું લખી નાખ્યું છે.’
કપૂરે ફેસબુક પર સ્પષ્ટતા કરી છે કે, ‘કેટલાક મીડિયા હાઉસે મારી સરખામણી નીના (દાવુલુરી) સાથે કરી છે કે જે આ વર્ષે મિસ વર્લ્ડ અમેરિકાની વિજેતા છે. કેટલાક મીડિયાએ નીનાનું ટાઈટલ પણ ખોટા નામે ટાંક્યું હતું-મારી જાણકારી મુજબ તે મિસ અમેરિકા ઈન્ડિયા નથી પરંતુ તેણે મિસ વર્લ્ડ અમેરિકા ટાઈટલ જીત્યું છે. આ સમયે હું સ્પષ્ટતા કરું છું કે મારા જીતેલા ટાઈટલનું નામ મિસ ઈન્ડિયા ગ્લોબલ યૂનાઈટેડ-૨૦૧૩ છે.’
અનેક ઓડિશન પછી તક મળી, મારું સ્વપ્ન સાકાર થયું - રાશી કપૂર
કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, ‘અનેક સ્તરના ઓડિશન પાર કરીને તેને પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં ઉદ્ઘોષક બનવાની તક મળી હતી. ઓડિશન પછી જ્યારે મને જણાવવામાં આવ્યું કે મારી પસંદગી થઈ ગઈ છે તો મને મારું સ્વપ્ન સાકાર થઈ ગયું હોય તેમ લાગ્યું હતું.’
આગળ જુઓ, રાશી કપૂરનો અલગ-અલગ અંદાજ રજૂ કરતી તેની ફેસબુક પેજ પરથી લેવામાં આવેલી તસવીરો...