અમેરિકાના મિસોરીમાં અશ્વેત યુવકની હત્યા બાદ ઈમરન્સી લાગુ કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( અશ્વેત યુવકની હત્યાને પગલે પોલીસ સામે દેખાવો કરતાં લોકો)
મિસોરીઃ અમેરિકાના મિસોરી પ્રાંતમાં ફર્ગુસનમાં કેટલાક દિવસો અગાઉ અશ્વેત યુવકની પોલીસે ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ લોકોના સતત દેખાવનો ધ્યાનમાં લઈ ઈમરજન્સી જાહેર કરાઈ છે ફર્ગુસનમાં છેલ્લાં કેટલાક દિવસોથી હિંસા જારી છે.
રવિવારે હજારો અશ્વેત દેખાવકારો રસ્તાઓ પર આવી જતાં ગવર્નરે ઈમરજન્સીની જાહેરાત કરી હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
ગવર્નર જે નિકસને ફર્ગુસનમાં છેલ્લા એક સપ્તાહથી દેખાવકારો અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણો અને લૂટફાટના બનાવોને ધ્યાનમાં લેતાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. દેખાવકારોએ જણાવ્યું હતું કે પ્રશાસને ઈમરજન્સી લાગુ કરાતા પરિસ્થિતિ વધુ વણસશે. પોલીસ વધારે દમનકારી બનશે અને અમે પણ પૂરી તાકાત સાથે જવાબ આપીશું.
મિસોરીમાં 9 ઓગસ્ટે એક 18 વર્ષના અશ્વેત યુવક માઈકલ બ્રાઉનની પોલીસ ફાયરીંગમાં મોત થતાં વિવાદ સર્જાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર બ્રાઉન એક સ્થાનિક સ્ટોરમાં લૂટ કરવાના ગુનામાં સંડોવાયેલો હતો. તેની પર વિલ્સન નામના પોલીસ અધિકારીએ ગોળીબાર કર્યો હતો.
પોલીસે આ ઘટના અંગે તેની પાસે વીડિયો હોવાનો પણ દાવો કર્યો છે પરંતુ અશ્વેત લોકોનો રોષ વધારે ઉગ્ર બનવાની દહેશતને પગલે આ વીડિયો જાહેર કરાયો નથી.
આ મુદ્દે હવે કોર્ટમાં ગયો છે. સ્થાનિક અશ્વેત સમુદાયના લોકો જણાવી રહ્યા છે પોલીસે ગેરસમજમાં બ્રાઉનને ગોળી મારી છે અને હવે જૂઠ બોલે છે અને હવે તેની કબૂલાત કરવાની ના પાડે છે લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે