તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US: મિસોરીમાં કિશોરીનાં બળાત્કાર અને હત્યાના દોષિતને મોતની સજા અપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્સાસ સિટીમાં 1989માં સ્કૂલ બસની રાહ જોતી એક કિશોરીનું અપહરણ, બળાત્કાર તથા હત્યાના કેસમાં દોષિત ઠરેલી એક વ્યક્તિને ઝેરનું ઈન્જેકશન આપી મૃત્યુ દંડની સજા થવાની સાથે જ રાજ્યમાં ચાર મહિનામાં ચોથી વ્યક્તિને મોતની સજા કરાઈ છે.

47 વર્ષના માઈકલ ટેલરને મધ્ય રાત્રીના થોડા સમય પછી મૃત જાહેર કરાયો હતો. ફેડરલ અદાલત તેમજ ગવર્નરે છેલ્લી મિનિટની માઈકલના એટર્નીની અરજીનો અસ્વીકાર કર્યો હતો, જેમાં એવી દલીલ કરાઇ હતી કે દવા ઉત્પાદક પાસેથી ખરીદવામાં આવેલી મૃત્ય દંડ માટેની દવાથી ટેલરને અસહ્ય પીડા થઈ શકે છે.

ટેલરે કોઈ શબ્દો ઉચ્ચરા ન હતા. તેણે તેના માતાપિતા, પાદરી અને અન્ય બે સગાઓ સામે ફક્ત જોયું જ હતું. મૃત્ય સમયે આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઝેરી ઈન્જેકશન આપી મોત નિપજાવવાની વિધિનો આરંભ થતાં પહેલાં તેણે છેલ્લીવાર કાયમ માટે આંખ બંધ કરી હતી.

15 વર્ષની એન હેરીસન સ્કૂલ બસની રાહ જોતી હતી ત્યારે ટેલર અને રોડરીક નનલીએ તેનું અપહરણ કર્યું હતું અને તેને એક મકાનમાં લઈ ગયા હતા જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારી ચાકુના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી.

નનલીને પણ દેહાંતદંડની સજા કરાઈ છે. ટૂંક સમયમાં તેનો અમલ થવાની શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો