• Gujarati News
  • Miss Venezuela Gabriela Isler Wins Miss Universe 2013 Title

મિસ વેનેઝુએલા ગેબ્રિયેલા ઈસ્લર બની ‘બ્રહ્માંડ સુંદરી’, માનસી મોંઘે ટોપ10માં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લેટિન અમેરિકન સુંદરી ગેબ્રિયેલા ઈસ્લરએ મિસ યુનિવર્સનો પ્રતિષ્ઠિ તાજ અંકે કર્યો

મિસ વેનેઝુએલા ગેબ્રિયેલા ઈસ્લર વિશ્વી 85 સુંદરીઓને હરાવી વર્ષ 2013ની મિસ યુનિવર્સ બની ગઈ છે. રશિયાના મૉસ્કૉમાં ક્રોકસ સિટી હોલ ખાતે યોજાયેલાં રંગારંગ કાર્યક્રમમાં લેટિન અમેરિકન સુંદરીએ મિસ યુનિવર્સનો પ્રતિષ્ઠિ તાજ અંકે કરી લીધો છે.

બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતાનાં નામની જાહેરાત થતાની સાથે જ મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા કુલ્પોએ ગેબ્રિયેલાનાં ‘બ્રહ્માંડ સુંદરી’નો તાજ પહેરાવ્યો હતો. મિસ સ્પેન પેટ્રિસિયા યુરેના રોડ્રિગ્ઝ રનર અપ જાહેર કરાઈ છે. જ્યારે કોન્ટેસ્ટમાં મિસ ઈક્વાડોર કોન્સટાન્ઝા ત્રીજા ક્રમે રહી છે. મિસ યુનિવર્સ બ્યૂટી પેજન્ટનીં 62મી એડિશનમાં ટોપ ફાઈમાં રહેનાર સુંદરીઓમાં ગ્રેબિયેલા ઉપરાંત મિસ બ્રાઝિલ, મિસ વેનેઝુએલા, મિસ ફિલિપિન્સ અને મિસ સ્પેનને સ્થાન મળ્યું છે. જ્યારે ભારતને જેના પર બહુ આશા હતી તે માનસી મોઘેને ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે.

62મી એડિશનની ટોપ ટેન સુંદરીઓ જોવા માટે તસવીર પર ક્લિક કરોઃ