મોસ્ટ એલિજિબલ બેચલર માટે મિશેલનુ MAKEOVER

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા સમય અગાઉ પોતે સિંગલ મધર છે એવું નિવેદન કરીને અમેરિકાના પ્રમુખ ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ ચર્ચા જગાવી હતી. એ દિવસોમાં જ ઓબામાએ પણ એક ભારતીય મૂળની એટર્ની જનરલની સુંદરતાના વખાણ કરી વિવાદ જગાવ્યો હતો. આ બે બનાવોને ભેગા કરી મિડીયામાં એવી વાતો વહેવા લાગી હતી કે ઓબામ દંપતિ વચ્ચે બધું બરાબર તો છે ને?

ફરીએકવાર મિશેલ એક નવા જ અંદાજમાં ત્રાટકી છે. મિશેલે આ નવો અંદાજ અને રૂપ ધારણ કર્યું છે બ્રિટનના મોસ્ટ એલિજિબલ બેચલર માટે. 28 વરસનો પ્રિંસ હેરી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને તેણે મિશેલની મહેમાનગતિ માણી હતી.

અનેક સુંદર ચહેરાઓ વચ્ચે પણ મિશેલ પોતાની તરફ પ્રિંસને ખેંચવા સફળ રહી હતી.

હેરીની મુલાકાતને પગલે અનેક મહિલાઓ અને યુવતીઓએ તેને જોવા પડાપડી કરી હતી.

મિશેલ સાથે હેરીએ એક ચેરિટી કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. હેરીએ 200થી વધુ હાજર લોકો સાથે વાતો કરી હતી.