મેક્સિકોના એક ગામમાં પોલીસમાં માત્ર એક શ્વાન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેક્સિકોના વૌઘ્ન ગામમાં પોલીસ વડાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લેતા હવે આ શહેરના પોલીસદળમાં સર્ટિ‌ફાઈડ સભ્ય તરીકે માત્ર ડ્રગ સ્નિફર શ્વાન રહ્યો છે. પોલીસવડા 'ક્રિસ’ એર્મિ‌જોને તેના ગુનાઈત ભૂતકાળને ધ્યાનમાં રાખતા પોતાની પાસે બંદૂક ન રાખવાનો આદેશ આપવામાં આવતા તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. હવે અહીં નિક્કા નામનો ડ્રગ સ્નિફર શ્વાન સર્ટિ‌ફાઈડ કર્મચારી છે. અહીં અન્ય અધિકારીઓ સર્ટિ‌ફાઈડ નથી અને ગત વર્ષે તેઓ પજવણીના ગુનામાં દોષિત પણ ઠર્યા છે. સર્ટિ‌ફાઈડ ન હોય તેવા અધિકારીઓ કોઈપણ ગુનેગારની ધરપકડ નથી કરી શકતા તેમજ પોતાની પાસે બંદૂક પણ નથી રાખી શકતા. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે એર્મિ‌જોએ ટેક્સાસમાં બાળ અપરાધીઓને સુધારવા માટે તેમને મદદ કરવાના ભંડોળના હજારો ડોલર પચાવી પડયા છે. આ ઉપરાંત તેના પર સરકારની રાઈફલ વેચી તેના નાણાં પણ ખિસ્સામાં નાંખવાનો આરોપ છે માટે તે પોતાની પાસે બંદૂક ન લઈ જઈ શકે. ઉલ્લેખનીય છે કે વૌઘ્ન અંદાજે ૪પ૦ લોકોની વસ્તી ધરાવતું ખૂબ નાનું શહેર છે અને ધોરીમાર્ગ પાસે આવેલું હોવાથી મુસાફરો ખાસ કરીને અહીં રાત્રી રોકાણ કરે છે. સ્થાનિક લોકો અહીં ગુનાખોરી ન હોવાનું જણાવે છે પરંતુ યુએસ સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની હેરાફેરી કરતા લોકો આ શહેરનો એક અંતરિયાળ અને સુરક્ષિત સ્થળ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.