તસવીરોમાં જુઓ વિશ્વના સૌથી નાના બોડી બિલ્ડર્સને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડીબિલ્ડિંગનો શોખ ઘણા યંગસ્ટર્સમાં હોય છે, પરંતુ સાત અને નવ વર્ષના બાળકોમાં બોડી બિલ્ડિંગ પ્રત્યે ક્રેઝ છે તો દંગ રહી જશો. રોમાનિયામાં રહેતા બે ટેણીયાઓને બોડી બિલ્ડિંગનો એટલો શોખ છે કે તેઓ રોજ બે કલાક કસરત કરે છે અને ચાર કિલોના ડમ્બેલ્સ ઉઠાવતા હોય છે.
નવ વર્ષના ગ્યુલિઆનો અને સાત વર્ષના ક્લોડિયૂને વિશ્વના સૌથી શક્તિશાળી બાળકો તરીકે પીછાણવામાં આવે છે. રોમાનિયામાં ભારે આર્થિક તકલીફનો સામનો કર્યા બાદ આ ગ્યુલિઆનો અને ક્લોડિયૂનો પરિવાર હવે યુકે શિફ્ટ થવાની તૈયારીમાં છે.

આ બોડી બિલ્ડર ભાઇઓના પિતા 35 વર્ષીય લ્યૂલિયાન સ્ટોરે પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે ઇટાલી જવાનું નક્કી કર્યું. ઇટાલીના ફ્લોરન્સ શહેરમાં રહેતા તેમણે પોતાના બાળકોને રોજ કસરત કરાવી દુનિયામાં લોકપ્રિયતા અપાવવાનું નક્કી કર્યું. તેઓ પોતાના પ્રયત્નમાં સફળ પણ રહ્યા છે.

આ બોડીબિલ્ડર્સની જોડીએ કેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા જાણવા માટે સ્લાઇડ બદલો