મંગળની સપાટી પીગાળનાર પાણીના પુરાવા મળ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ ઉલ્કાપિંડના ૧.૭ ગ્રામના ટુકડાનો અભ્યાસ કર્યા બાદ વિજ્ઞાનીઓએ ૧૦ મિલિયન વર્ષ પહેલાં મંગળની સપાટી પર થયેલી પ્રચંડ અસરોનું રહસ્ય ઉજાગર કર્યું હતું

વિજ્ઞાનીઓને મંગળની સપાટી ઓગાળનાર પાણીનો પ્રથમ વખત પુરાવો મળી આવ્યો છે. ૧૯૧૧માં પૃથ્વી પર પડેલા ઉલ્કાપિંડના અભ્યાસ પરથી વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે મંગળની સપાટી પરથી આવેલા આ ઉલ્કાપિંડમાં જોવા મળતી દ્વિતીય સ્તરની ખનીજો ખરેખર ક્યા રાસાયણિક તત્વના કારણે બની છે.

યુનિ. ઓફ ગ્લાસગો, સ્કોટશિ યુનિવર્સિટીઝ એન્વાયરમેન્ટલ રિસર્ચ સેન્ટર અને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ(લંડન)ના વિજ્ઞાનીઓએ સાથે મળીને મંગળની સપાટીને ઓગળનારા પાણીના નમૂનાનો પુરાવો શોધી કાઢ્યો હતો. નાખલા નામથી ઓળખાતા આ ઉલ્કાપિંડના ૧.૭ ગ્રામના ટુકડાનો અભ્યાસ કર્યા બાદ વિજ્ઞાનીઓએ ૧૦ મિલિયન વર્ષ પહેલાં મંગળની સપાટી પર થયેલી પ્રચંડ અસરોનું રહસ્ય ઉજાગર કર્યું હતું. ૧૯૧૧માં ઈજપિ્તમાં આ ઉલ્કાપિંડો પડ્યા બાદ વિજ્ઞાનીઓએ અભ્યાસ કર્યો છે. નાખલાના અભ્યાસમાં મંગળની સપાટી પર પાણીનું અસ્તિત્વ હોવાના પુરાવા પણ મળ્યા હતાં.