બિલાડી મારવા બદલ સાધુએ શ્વાનને સજા કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શ્વાને બિલાડીને મારી નાખતા સાધુએ વિચિત્ર રીતે શ્વાને પાઠ ભણાવ્યો, સાધુના વર્તનથી ભકતોમાં નારાજગી

થાઈલેન્ડના એક લોકપ્રિય મંદિરમાં એક શ્વાને બિલાડીને મારી નાખતા ગુસ્સે ભરાયેલા સાધુએ શ્વાનને પાઠ ભણાવવા વિચિત્ર સજા કરી હતી. આ સાધુએ બિલાડીનો મૃતદેહ દોરડાની મદદથી શ્વાનના ગળામાં બાંધી દીધો હતો. આ તસવીરો હાલમાં ઈન્ટરનેટ પર ફરતી થતાં લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

થાઈલેન્ડના મુકદાહન પ્રાંતમાં આવેલા શ્રી બૂન કુઆંગ મંદિરમાં આ ઘટના બની હતી. એક દિવસ સવારે બધા સાધુઓ ભીક્ષા લઈ રહ્યા હતા ત્યારે જ શ્વાને બિલાડીને બચકું ભરીને તેને મારી નાખી હતી. આથી ફ્રા થોંગ નામના એક સાધુએ શ્વાનને પાઠ ભણાવવા માટે પોતાની પાસે રહેલા દોરડાની મદદથી બિલાડીનો મૃતદેહ શ્વાનના ગળામાં બાંધી દીધો હતો. સાધુએ આપેલી આવી વિચિત્ર સજાથી મંદિરમાં આવતા ભકતોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

જ્યારે ઈન્ટરનેટ પર વિવિધ વેબસાઈટ્સ પર નકારાત્મક ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ ફ્રા એવું માને છે કે આવી સજાથી શ્વાન ભવિષ્યમાં કોઈ બિલાડીની હત્યા નહીં કરે. તેમણે કહ્યું હતું કે અગાઉ પણ આવી જ રીતે તેમણે અન્ય શ્વાનોને સજા કરી હતી અને તેનું સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યું હતું.