વિમાનની કોઇ ભાળ નથી ત્યારે યાત્રીઓનાં સ્વજનોનાં ધૈર્ય ખૂટ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલેશિયા એરલાઇન્સનાં વિમાનની દુર્ઘટનાગ્રસ્ત થવાની વાત સાથે હવે આતંકવાદી હુમલાનો એંગલ પણ ઉમેરાયો છે. વિમાનમાં ચાર મુસાફરો ચોરેલા પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યા હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોય તો તેનો કાટમાળ ગયો ક્યાં, એ સવાલ હાલ આંતરરાષ્ટ્રીય જગતમાં કુતુહલતાપૂર્વક ચર્ચાઇ રહ્યો છે. મલેશિયા, વિયેતનામ, ચીન, સિંગાપોર અને અમેરિકાનાં નિષ્ણાતો તેમજ વહાણ અને એરક્રાફ્ટ શોધકાર્યમાં લાગેલા છે. વિમાનને શોધવા માટેની કામગીરી બીજા દિવસે ઘણી વિસ્તૃત બની છે.

વિમાન દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેતનામનાં દક્ષિણ કિનારા પાસેનાં એક ટાપુ પર ક્રેશ થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. તેથી આ વિસ્તારમાં મોટા પાયે શોધ ચાલી રહી છે. છ દેશોએ એક સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. યુએસે વિમાન શોધવા માટે મિસાઇલ ડિસ્ટ્રોયર તેમજ એફબીઆઇની ટીમ મોકલી છે. આ ઉપરાંત 22 જેટલા એરક્રાફ્ટ, 40 જેટલા વહાણ અને હેલિકોપ્ટરો આ કામમાં જોડાયેલા છે.

વિમાનનાં મુસાફરો

વિમાનમાં 239 યાત્રીઓ હતા, જેમાંથી 227 મુસાફરો અને 12 ચાલક દળનાં સદસ્યો હતા. મુસાફરોમાં 5 ભારતીયો પણ હતા, જેમાં ચેતના કોલેકર (55 વર્ષ, મહિલા), સ્વાનંદ કોલેકર (23 વર્ષ, પુરુષ), વિનોદ કોલેસર (59 વર્ષ, પુરુષ), ચંદ્રિકા શર્મા (51 વર્ષ, મહિલા) અને ક્રાંતિ શિરસથ (44 વર્ષ, મહિલા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય મૂળનાં કેનેડિયન મુક્તેશ મુખર્જી પણ તેમનાં પત્ની સાથે વિમાનમાં હતા.

એવું કહેવાયું છે કે લાપતા છે તે મલેશિયા એરલાઇન્સનાં બોઇંગ 777 વિમાનને 2012માં પણ એક અકસ્માત નડ્યો હતો. શાંઘાઇનાં પુડોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેની ટેઇલ બીજા એક વિમાન સાથે અથડાઇ હતી. ઓગસ્ટ 2012માં આ વિમાન એરપોર્ટ પર પડ્યું હતું ત્યારે બનેલી આ ઘટનામાં બોઇંગ 777-200 પેસેન્જર જેટની એક પાંખ તૂટી ગઇ હતી. એક સ્વતંત્ર એક્સિડેન્ટ ટ્રેકિંગ સાઇટનાં જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં બોઇંગ 777ને નોંધપાત્ર નુકસાન થયું હતું.

બોઇંગ 777ની કામગીરી તેનાં 20 વર્ષનાં ઇતિહાસમાં પ્રસંશનીય રહી છે. લાંબી દૂરીની ઉડાનોમાં તેનો મહત્તમ ઉપયોગ થાય છે.

Boeing 777નો ઇતિહાસ

-બે જેટ એન્જિન સાથેનું આ પ્લેન જૂન 1995માં લોન્ચ કરાયું હતું.
-દુનિયાનાં સૌથી લોકપ્રિય લાંબા અંતર માટેનાં વિમાનોમાંથી એક
-300થી 380 મુસાફરોની ક્ષમતા
-અત્યાર સુધી તેની 50 લાખ જેટલી ફ્લાઇટ્સ ઉડાન ભરી ચૂકી છે
-ઘણી વાર તેનો ઉપયોગ 16 કલાક કે તેથી વધુ સમય સુધીની નોન સ્ટોપ ફ્લાઇટ્સ માટે કરાય છે
-સપ્ટેમ્બર 2011માં યુએસનાં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોઇંગ-777માં રીફ્યુઅલિંગ દરમિયાન લાગેલી આગમાં એક ક્રુ મેમ્બરનું મોત થયું હતું
-2013માં 777 Asiana Flight 214 સાન ફ્રાન્સિસ્કોમાં ક્રેશ થતાં ચીનની ત્રણ છોકરીઓનાં મોત થયા હતા.

એવામાં જેમનાં સ્વજનો આ ફ્લાઇટમાં હતા તેઓ તેમનાં દુખ અને પીડાનો પાર નથી. એક તરફ સમય વિતતો જાય છે અને બીજી તરફ સ્વજનો જીવતા છે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી છે.

આગળની તસવીરોમાં જુઓ સ્વજનોનો આક્રંદ-