Nobel પીસ પ્રાઇઝ નોમિની મલાલા યુસુફઝાઇએ સ્કૂલે જવાનું શરૂ કર્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં તાલિબાનની ગોળીઓનાં શિકાર થયેલી મલાલા યુસુફજાઇ હવે સાજી થયા બાદ પ્રથમ વખત બ્રિટનમાં પોતાની સ્કૂલે પહોંચી હતી. 15 વર્ષની મલાલાને ગત વર્ષે ઓક્ટોબરમાં તાલિબાને તે સ્કૂલે જતી હતી ત્યારે નિશાન બનાવી હતી. મલાલા સ્કૂલે બસમાં જઇ રહી હતી ત્યારે તેને માથામાં ગોળીઓ વાગી હતી. પાકિસ્તાનમાં તેની તબિયતમાં કંઇ ખાસ ફરક ન પડતાં તેને વધુ સારવાર માટે બ્રિટન લાવવામાં આવી હતી. ઇલાજ પછી મલાલા હવે સ્વસ્થ છે. પરંતુ તે હવે બ્રિટનમાં જ રહે છે. મલાલાએ બર્મિંઘમની એજબેસ્ટન હાઇસ્કૂલમાં એડમિશન લીધું છે. સ્કૂલનાં પ્રથમ દિવસને મલાલાએ પોતાનાં જીવનનાં સૌથી મહત્વનાં દિવસ તરીકે ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, આ મારા જીવનની સુખદ પળ છે. હું ફરી સ્કૂલે પહોંચી ગઇ છું. મેં સપનું જોયું હતું કે દરેક બાળક સ્કૂલ જઇ શકે કારણ કે તે તેનો પ્રથમ અધિકાર છે.

આગળ વાંચો, મલાલા શું કરવા માંગે છે?