હવે, ગાંધીના વિચારો ચાઇનીઝ ભાષામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે ચીનમાં પણ છવાશે મહાત્મા ગાંધીનો જાદુ. પહેલી વાર ચાઇનીઝ ભાષામાં મહાત્મા ગાંધીના વિચારો રજૂ કરતા એક પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. જે દેશમાં માઓ સિવાય બીજું કંઇ ચાલતું નથી ત્યાં હવે ગાંધીની ફિલોસોફી વંચાશે.

પુર્વ ડીપ્લોમેટ અને ગાંધી વિચારક પાસ્કલ અલન નાઝરેથ દ્વારા લખવામાં આવેલું પુસ્તક 'Gandhi's Outstanding Leadership'ને આજે પેકિંગ યુનિવર્સિટીના સેંટર ફોર ઇંડીયા સ્ટડીઝ ખાતે ભારતીય એમ્બેસેડર જયશંકરની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું.