તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Mahashivratri Celebration In Pakistans Katasraj Shiv Temple

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનનાં ઐતિહાસિક શિવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનનું કટાસરાજ મંદિર દાયકાઓ પછી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી પર્વ પર પાકિસ્તાન અને ભારતથી અહીં ઘણા શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ચકવાલ શહેરમાં આવેલા આ ઐતિહાસિક શિવ મંદિર કટાસરાજનો પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ જિર્ણોદ્ધાર કરાવ્યો છે.

મહાશિવરાત્રી નિમિત્તે પાકિસ્તાનનાં ઘણા પ્રાંત અને ભારતમાંથી પહોંચેલા શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયેલા નજરે પડતા હતા. મહાશિવરાત્રી પર ત્રણ દિવસ સુધી આ મંદિરમાં ધાર્મિક કાર્યો સંપન્ન કરવામાં આવ્યા. ઘણા લોકો માટે પ્રસાદ ગ્રહણ કરવા માટેની પહેલી તક હતી.

ભારતમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ આ અવસરે પાકિસ્તાન સરકારનો ધન્યવાદ માન્યો હતો. દેશનાં લાહોર, રાવલપિંડી, નારોવાલ, સાદિકાબાદ, સિયાલકોટ તેમજ ખૈબર પખ્તૂનખ્વા અને સિંધનાં અંતરિયાળ વિસ્તારોમાંથી પણ હિંદુ શ્રદ્ધાળુઓ કટાસરાજ પહોંચ્યા હતા.

પાકિસ્તાન બન્યા પછી પહેલી વાર હિંદુ શ્રદ્ધાળુઓને આ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવાનો અવસર મળ્યો હતો. મંદિરનાં તળાવને પણ તાજેતરમાં જ ચોખ્ખા પાણી વડે ભરવામાં આવ્યું હતું. કટાસરાજનાં શિવ મંદિરો પ્રત્યે ભારત અને પાકિસ્તાન બંને દેશોનાં હિંદુઓમાં ઘણી શ્રદ્ધા છે.

પાકિસ્તાનમાં આવેલા આ શિવ મંદિરમાં ઉજવવામાં આવેલી મહાશિવરાત્રીની તસવીરો માટે- આગળ ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો