એક્સવીવો પર્ફ્યૂઝન સિસ્ટમથી શરીરની બહાર પણ ધબકશે અંગો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસવીરો પ્રતીકાત્મક)
ન્યૂયોર્કઃ શરીરના નાજુક અંગોને શરીરની બહાર પણ સુરક્ષિત રાખવા માટે નવી પદ્ધિતને શોધવાની દિશામાં શોધકર્તાઓએ કામ શરૂ કરી દીધું છે. એક્સવીવો પર્ફ્યૂઝન સિસ્ટમ (એક્સપીએસ) થકી આમ કરવું શક્ય બની શકશે.
યુનિવર્સિટી ઓફ મિશિગનના ડો. રોબર્ટ બાર્ટલેટે 1960ના દશકમાં તે ટેક્નિકની શોધમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી જેના આધારે એક્સપીએસ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. ડો. રોબર્ટે કહ્યું કે, આવનારા દિવસોમાં ફેફસાંની એક બેંક હશે, જેમાં અલગ-અલગ આકારના ફેફસાંનું સંરક્ષણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ વાત ભલે કાલ્પનિક લાગે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કેટલાંક દશકો પહેલા આજે જે મેડિકલ સુવિધાઓ છે તે કાલ્પનિક જ લાગતી હતી. એક દર્દીના અંગોને બીજા શરીરમાં પ્રત્યારોપણ કરવાની કલ્પનાને પાગલપન ગણવામાં આવતી હતી.
યુનિવર્સિટી ઓફ મિશિગન, ગિફ્ટ ઓફ લાઇફ મિશિગન અને હેન્રી ફોર્ડ એન્ડ સ્પેક્ટ્રમ હેલ્થ મળીને આ ઉપકરણની ચિકિત્સકીય પરિક્ષણની તૈયારીમાં છે. હાલમાં જ અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ગંભીર કેસમાં મનુષ્યના ફેફસાં માટે કોઇ મશીનના પ્રયોગની અનુમતિ આપી છે.
આગળ વાંચો, ફેફસાંનું પ્રત્યારોપણ જટીલ છે