અમેરિકનની જીભ વિશ્વમાં સૌથી લાંબી : લંબાઈ 10.1 સેમી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - નિક સ્ટોબર્લ)
સમગ્ર વિશ્વમાં સૌથી લાંબી જીભ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા 24 વર્ષીય નિક સ્ટોબર્લની છે. આશ્ચર્ય પમાડે એટલી લાંબી જીભ સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નિકનું નામ નોંધાઇ ગયું છે. નિકની જીભની લંબાઇ 10.1 સેમી માપવામાં આવી છે. નિકે તેની લાંબી જીભથી બ્રિટ સ્ટિફન ટેલરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યુવા કલાકાર અને કોમેડિયન તેની જીભ તરફ લોકોનું ધ્યાન ખેંચાવાથી બહુ જ ખુશ છે. આપણે ઘણા પ્રયાસો કરીએ તો પણ જીભથી નાકને સ્પર્શ કરી શકતા નથી.

નિકની જીભ લાંબી હોવાથી તે સરળ રીતે જીભ વડે નાકને સ્પર્શ કરી લે છે. એટલું જ નહીં, નિકની જીભ તેની કોણી સુધી પણ પહોંચી જાય છે. નિકે તેની લાંબી જીભના ઘણા ફાયદાની સાથે તેની તકલીફ વિશે પણ જણાવ્યું છે. સવારે મોઢું ધોતી વખતે જીભ સાફ કરવી પડે છે અને જીભ આટલી લાંબી હોવાથી તેને સાફ કરવામાં તેને તકલીફ થાય છે. લાંબી જીભને કારણે સવારે બ્રશ કરવામાં તેને ઘણો સમય થાય છે.
આગળ જુઓ વધુ તસવીરો