લંડનમાં 'સ્માર્ટ' રાહદારી ક્રોસિંગનું પરિક્ષણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડનમાં વિશ્વમાં પ્રથમવાર રાહદારીઓ માટે રોડ ક્રોસિંગ વધુ સરળ અને સલામતી બનાવવા સેન્સર્સ અને કેમેરાથી સજજ સ્માર્ટ ક્રોસિંગનું પરિક્ષણ કરાશે.

વિશ્વમાં પ્રથમવાર પેડેસ્ટ્રિયલ સ્પ્લિટ સાઈકલ ઓફસેટ ઓપ્ટીમાઇઝેશન ટેકનીક અથવા પેડેસ્ટ્રીયન સ્કૂટ લંડનમાં દાખલ કરાશે. ક્રોસિંગ ખાતે કેટલા રાહદારીઓ પ્રતિક્ષામાં ઊભા છે તે આપમેળે જાણવા હાઈ ટેક વિડિયો કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

મોટી સંખ્યામાં રાહદારીઓ ઊભા હશે ત્યારે રસ્તો ક્રોસ કરવા માટે ગ્રીન લાઈટ વધારે સમય ચાલુ રહેશે.

લંડનના મેયર બોરીસ જ્હોનસને જણાવ્યું હતું કે મને આનંદ છે કે વિશ્વમાં પ્રથમવાર લંડનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને સમગ્ર શહેરને તેનો લાભ મળશે.

બલ્હામ અને ટુટીંગ બેક અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનો બહારના ક્રોસિંગ પર સૌ પ્રથમવાર પેડેસ્ટ્રિયન સ્કૂલનું પરીક્ષણ કરવામાં આવનાર છે. જો કે ટ્રાફિકનો ધસારો ઓછો કરવા લંડન, ટોરોન્ટો, બૈજિંગ તથા સાન્ટીઓગો સહિતના વિશ્વના અનેક શહેરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે.