જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે માફી માંગે બ્રિટિશ સરકારઃ લંડન મેયર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનના મેયર સાદિક ખાને પોતાની અમૃતસર મુલાકાત દરમિયાન બ્રિટિશ સરકારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર માફી માંગવી જોઇએ તેવું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની મૂળના ખાન ભારત અને પાકિસ્તાનના ત્રણ શહેરોની મુલાકાત હેઠળ અમૃતસર પહોંચ્યા હતા. સાદિક ખાન ગઇકાલે મંગળવારે અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જલિયાંવાલા બાગની મુલાકાત લઇ, હત્યાકાંડના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 


વિઝિટર્સ બુકમાં લખ્યો મેસેજ 
- સાદિક ખાને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ વિઝિટર્સ બુકમાં લખ્યું કે, હવે સમય આવી ગયો છે કે, બ્રિટિશ સરકાર વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગ નરસંહાર માટે માફી માંગે.
- સાદિક ખાને જણાવ્યું કે, તેઓના માટે જલિયાંવાલા બાગ આવવાનો અદભૂત અનુભવ રહ્યો. 
- તેઓએ લખ્યું કે, 'જલિયાંવાલા બાગ આવવાનો અનુભવ અદભૂત છે અને અહીં જે હત્યાકાંડ થયો તેને ક્યારેય ભૂલાવી ના શકાય.'
- સાદિક ખાન 'શહિદોનો કૂવો' જોવા પણ ગયા. 
- જલિયાંવાલા બાગની મુલાકાત બાદ તેઓએ મીડિયા સાથે વાતચીત દરમિયાન નિવેદન કર્યુ હતું કે, 'સમય આવી ગયો છે કે, બ્રિટિશ સરકાર જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે માફી માંગે.'


હરિમંદિર સાહિબ જનાર પ્રથમ મુસ્લિમ મેયર 
- તેઓ પ્રથમ મુસ્લિમ મેયર છે જેઓ શ્રી હરિમંદિર સાહિબમાં નતમસ્તક થયા. દર્શન બાદ તેઓએ લંગર છકા અને લંગર પકાવવાની સેવા પણ આપી. 
- એસજીપીસીએ તેઓને હરિમંદિર સાહિબનું મોડલ, સિરોપા અને ધાર્મિક પુસ્તકો ભેટ કરીને સન્માનિત કર્યા. 
- આ પહેલાં તેઓ અમૃતસરમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર દ્વારા રાખવામાં આવેલા ડિનરમાં પણ સામેલ થયા હતા. 
- સાહિદ ખાને ભારતમાં મુંબઇ, નવી દિલ્હી અને અમૃતસરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ અટારી-વાઘા જોઇન્ટ ચેક પોસ્ટ લેન્ડ બોર્ડરથી પાકિસ્તાન જશે. ભારત-પાકિસ્તાનને જોડતી બોર્ડર છે, અમૃતસરથી 30 કિમીના અંતરે આવેલી છે. 
- પાકિસ્તાની મૂળના લંડન મેયર લાહોર, કરાંચી અને ઇસ્લામાબાદની મુલાકાત લેશે. 

અન્ય સમાચારો પણ છે...