• Gujarati News
  • Lions Fight To Be King Of The Jungle In Brutal Battle

સિંહણને પામવા બે સિંહો વચ્ચે લોહીયાળ બથ્થમબથ્થા, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કેન્યન સફારીમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો)
નૈરોબીઃ કેન્યાના જંગલમાં બે ખૂંખાર સિંહોને લડતાં હતા તે સમયે ફ્રાંસની ફોટોગ્રાફર બેલડી પહોંચીને તેમણે આ સુંદર તસવીરો ક્લિક કરી હતી. એક સિંહણ માટે બંને સિંહો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો.
સિંહણને પામવા માટે ભાઇ સિંહો લડ્યા
કેન્યાના મસા મારા સફારીમાં ફ્રાંસની અનુભવી ફોટોગ્રાફર બેલડી લોરોન્ટ રેનો અને ડોમિનિક હોશન ઘૂમતા હતા. ફ્રાંસમાં શિક્ષક એવા આ બંને ફોટોગ્રાફર્સ છેલ્લા 32 વર્ષોથી સુંદર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરે છે. આ તસવીરો અંગે તેમણે જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરીએ છીએ, અમે સિંહોની લડાઇ પણ જોઇ છે, પરંતુ આ લડાઇ ખાસ હતી. અહીં જે બંને સિહો લડતા હતા તે બંને ભાઇ હતા ને તેઓ એક સિંહણને પામવા માટે લડી રહ્યા હતા.
બંને સિંહો ગંભીર રીતે ઘાયલ થયા હતા
ડોમિનિકે જણાવ્યું હતું કે, જ્યારે સિંહોમાં એકબીજામાં શ્રેષ્ઠતા સાબિત કરવા ઇચ્છતા હોય ત્યારે ઘરડા સિંહોએ યુવાન સિંહો સાથે લડવું પડે, પરંતુ અહીંયા બંને ભાઇઓ વચ્ચેની લડાઇ હતી. જેને અત્યંત રેર કહેવાય તેવું દ્રશ્ય હતું. અમે નસીબદાર હતા કે અમે તેવી લડાઇ જોઇ શક્યા. જો કે, લડાઇમાં બંને સિંહો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
લગભગ 15 મિનિટની લડાઇ પછી એક ભાઇ વિજેતા થયો અને ઇનામ સ્વરૂપે તે સીધો સિંહણને પામ્યો. લોરેન્ટે જણાવ્યું હતું કે, બે સિંહો જ્યારે લડતા હોય ત્યારે તે દ્રશ્ય અને બંનેની ગર્જનાને એક સાથે નિહાળવા હંમેશા યાદ રહેશે.
સિંહણને પામવા બે સિંહો વચ્ચે ખેલાયેલા લોહીયાળ જંગની તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો
(તસવીરો સૌજન્યઃ LRDH)