જાપાનઃ રહેણાંક વિસ્તાર પર તૂટી પડ્યું પ્લેન, 3નાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોક્યોઃ જાપાનના ટોક્યોમાં રવિવારે સવારે એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. શહેરના રહેવાસી વિસ્તારમાં ફાઈવ સીટર પ્લેન ક્રેશ થવાને કારણે ત્રણ લોકોના મોત નિપજ્યાં જ્યારે પાંચને ઈજા પહોંચી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું તેની આસપાસની ત્રણ ઈમારતો અને કાર્સમાં આગ લાગી ગઈ. પબ્લિક બ્રોડકાસ્ટર NHKના રિપોર્ટ અનુસાર દુર્ઘટનાગ્રસ્ત વિમાને થોડા સમય પહેલા જ ચોફુ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. દુર્ઘટના એરપોર્ટથી 500 મિટરના અંતરે ઘટી.

મૃતકોમાં બે પેસેન્જર

ટોક્યો ફાયર ડિપાર્ટમેન્ટ થકી મળેલી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત હાર્ટ અને લંગ્સ ફેલ થવાને કારણે થયાં. જેમાથી બે વિમાનના પેસેન્જર હતાં. જ્યારે એક સ્થાનિક મહિલા હતી. પાંચ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને દુર્ઘટના કયા કારણે ઘટી.

આગળની સ્લાઈડમાં જુઓ... ઘટનાની કેટલીક તસવીરો...