વિદ્રોહીઓએ લીબિયાના નવા વડાપ્રધાન અહમદ મૈતિકને માનવાનો કર્યો ઈન્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીબિયાના તેલ ક્ષેત્ર ધરાવતા બંદરો પર કબ્જો ધરાવનારા વિદ્રોહીઓએ કહ્યું કે વડાપ્રધાન અહમદ મૈતિકની નવી સરકારને તેઓ માનતા નથી. તેમના આ નિવેદન બાદ અહીં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે બંદરને ખુલ્લા મુકવા માટેની સમજૂતી તૂંટવાની શંકા છે. વિદ્રોહીઓના નેતા ઈબ્રાહિમ જાઠરાનને ગત સરકાર સાથે એક સમજૂતી કરી હતી. જે અનુસાર વિદ્રોહ સમાપ્ત કરીને આ બંદરોને તેલ નિકાસ માટે ખુલા મુકવામાં આવનારા હતાં. જોકે, કાયદા મંત્રાલય દ્વારા વડાપ્રધાનની ચૂંટણીને ગેરકાયદે જાહેર કર્યા બાદ મુસ્લિમ બ્રધરહુટ સમર્થિત મૈતિકના વિરોધમાં દેશની સંસદમાં વિરોધના સુર તેજ થઈ ગયા છે. આ જોતા જાઠરાન પણ સમજૂતી પરથી પાછા ફરી ગયાં છે.

જાઠરાને જણાવ્યું કે બધા જ વિકલ્પો ખુલ્લા છે. જો સંસદ નવી સરકાર પર પોતાના નિર્ણય પર અડગ રહે છે તો તેમણે પણ તેમના વલણમાં પરિવર્તન આણવું પડશે. રાજકીય વિરોધનો સામનો કરી રહેલા મૈતિકની સરકાર માટે જાઠરાનનો આ નિર્ણય આર્થિક રૂપે કમર તોડી નાખનારો બની રહે એવું માનવામાં આવે છે.