ઇબોલાને કારણે લાઇબેરિયામાં લાગ્યો કરફ્યૂ, અત્યાર સુધીમાં 1300ના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઇબોલાની અસરવાળા વિસ્તારમાં બચાવ કામગીરી કરતી મેડિકલ ટીમ)
મોનરોવિયાઃ લાઇબેરિયામાં ઇબોલા વાઇરસને કારણે સરકારે રાત્રે કરફ્યૂ લગાવી દીધો છે, કારણ કે તેનાથી બચવાનો ઉપાય અજમાવી શકાય. આ વાતની જાણકારી, સ્થાનિક રેડિયોના માધ્યમથી આપવામાં આવી. વળી, લાઇબેરિયાના બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર લેવિસ બ્રાઉને જણાવ્યું કે, વાઇરસથી બચવા માટે રાતના 9થી સવારના 8 વાગ્યા સુધી કરફ્યૂ લગાવ્યો છે.
લાઇબેરિયા પોતાની રાજધાની મોનરોવિયાની નજીકના ઇબોલા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વાઇરસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અહીંયા ઝૂંપડપટ્ટીઓમાં કરફ્યૂ અંગે વધુ સાવધાની રાખવામાં આવી રહી છે.
લાઇબેરિયામાં ઇબોલાને કારણે અત્યાર સુધી 1300 લોકોના મૃત્યુ થયા છે. ઇબોલાને કારણે મૃત્યુના સૌથી વધુ કિસ્સા લાઇબેરિયામાં સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, તેઓ યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે મળીને ઇબોલાની અસરવાળા લાઇબેરિયા, ગિની અને સિએરા લિયોનમાં દસ લાખ લોકો સુધી ભોજન પહોંચાડવાની વ્યસ્થા કરી રહ્યા છે.