• Gujarati News
  • Lathapatha Atankini Bomb Near A Soldier's Courage To

વિસ્ફોટકોથી લથપથ આતંકીની નજીક જવાની સૈનિકની હિંમત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આતંકવાદીની નજીક જઇ વિસ્ફોટકો ડિફ્યૂઝ કરવા એ કંઇ ખાવાના ખેલ થોડા છે

પગથી માથા સુધી અત્યંત જલદ વિસ્ફોટકોથી લદાયેલા આતંકવાદીને ભલે મોત ન આવ્યું, પરંતુ એ વિસ્ફોટકોને ડિફ્યૂઝ કરવા માટે તેમની નજીક જવામાં જાનનું કેટલું જોખમ હોય એ સૈનિક તો જાણતો જ હોય અફઘાનના એક જાંબાઝ સૈનિકે આવી હિંમત કરી હતી અને પગથી માથા સુધી જેમના શરીરે વિસ્ફોટક બાંધ્યા હતા એ આત્મઘાતી હુમલાખોરના વિસ્ફોટકો તેણે જાનના જોખમે ડિફ્યૂઝ કર્યા હતા અને તેને જીવતો પકડી લીધો હતો.

જલાલાબાદમાં જો આ આત્મઘાતી હુમલાખોરનો હુમલો કરવાનો ઇરાદો બર આવી ગયો હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોત, અને એ આતંકવાદી શહીદ બની ગયો હોત, પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ નિર્માણ થઇ હતી અને એ જીવતો પકડાઇ ગયો. આ આતંકવાદી તેની મુરાદ પૂરી કરે તે પહેલાં એક સૈનિકે તેને એમ કરતાં રોકી લીધો અને તાબડતોબ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી તેના શરીર પરથી વિસ્ફોટકો અલગ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.